________________
પત્રાંક-૩૫૩
૩૭૫ પ્રશ્ન :- ભાવમન તો કર્મના ઉદય પ્રમાણે થાય છે તો દ્રવ્યમન ?
સમાધાન :- દ્રવ્યમન તો એક પુદગલની રચના છે. જેમ આ કાન છે, આંખ છે, નાક છે એમ એક પુદગલની રચના છે. આ સ્થળ પરમાણની છે એટલે ખ્યાલમાં આવે છે, કે આ કાન દેખાય છે. પેલા સૂક્ષ્મ પરમાણુ છે એટલે મન દેખાતું નથી.
પ્રશ્ન :- દ્રવ્યમન પૂર્વકર્મના ઉદયથી આવે છે ?
સમાધાન - હા, પૂર્વકર્મના ફળ સ્વરૂપે છે. આખું શરીર ફળ સ્વરૂપે છે. શરીર પોતે નોકર્મ છે. નોકર્મ કહો કે પૂર્વકર્મનું ફળ કહો, એક જ વાત છે. એટલે તો શરીરનો અવયવ છે ને, શરીરનો અવયવ છે.
મુમુક્ષુ :- મન દેખાતું નથી.
પૂજ્ય ભાઈશ્રી – એ તો સૂક્ષ્મ પર્યાય છે માટે નથી દેખાતું. જેમ કર્મના પરમાણુની સૂક્ષ્મ પર્યાય છે તો એ નથી દેખાતા. કર્મના પરમાણુ નથી દેખાતા, તૈજસના પરમાણુ નથી દેખાતા. કાર્મણ, તૈજસ, બીજા છુટા પુદ્ગલો એક પરમાણુ હોય તોપણ સૂક્ષ્મ પર્યાય હોય એટલે નથી દેખાતા.
મુમુક્ષુ :- ભાવમન ભળે નહિ તો દ્રવ્યમન કાંઈ કરે નહિ.
પૂજ્ય ભાઈશ્રી :- તો દ્રવ્યમન પડ્યું રહે. જેમ અત્યારે આપણે આંખથી જોઈએ તો કાન પડ્યો રહે. કાનથી સાંભળીએ ત્યારે આંખનો ડોળો પડ્યો રહે. સુગંધ ઉપર ઉપયોગ મૂકીએ તો બેન્દ્રિયનો ઉપયોગ છે કે નાકથી સંધ્યું. પણ જ્યારે માણસ જુએ છે, સાંભળે છે ત્યારે નાક એમ ને એમ પડ્યું છે.
મુમુક્ષુ :- સૌ સ્વતંત્ર છે.
પૂજ્ય ભાઈશ્રી – સ્વતંત્ર એટલે પોતપોતાનો વિષય છે, અને પાંચે ઇન્દ્રિયના દ્રવ્યેન્દ્રિય સાથે તે તે ભાવેન્દ્રિયની ભાવની પ્રવૃત્તિ હોય ત્યારે સંશિ પંચેન્દ્રિયને મન સાથે સાથે છઠું જોડાય જાય છે. એ પાછો મન વગર પરિણામ નથી કરતો. મન અને બીજી ઇન્દ્રિય બંનેનું કામ સાથે ચાલે છે. મન એના ઉપર થોડું વિશેષ વિચાર કરે છે. એટલે મતિજ્ઞાન કાળે ક્રમથી કામ થાય છે અને ઇન્દ્રિયોનું, મતિજ્ઞાન કાળે આ પાંચ ઇન્દ્રિય કામ કરે છે અને શ્રુતજ્ઞાનમાં મન કામ કરે છે. એમ મતિપૂર્વક શ્રુત થાય છે.