________________
પત્રાંક—૩૫૪
થઈ જાય. એક બાજુ જાડી રહે, એક બાજુ પાતળી રહે.
મુમુક્ષુ :– રોટલી કરતી વખતે એનું જ્ઞાન Adjustment કર્યા જ કરતું હોય છે. પૂજ્ય ભાઈશ્રી કર્યા જ કરે છે. એટલે જ્ઞાન ત્યાં અનુભવ પદ્ધતિએ પ્રવર્તે છે. એમ આત્માનું જ્ઞાન તે અનુભવ જ્ઞાન છે. પુસ્તકિયું જ્ઞાન નથી, પોપટિયું શાન નથી. આ અનુભવનું જ્ઞાન છે. તો અનુભવ પદ્ધતિએ આ જ્ઞાન કરવું જોઈએ. આ સીધી વાત છે. અને એ જ્ઞાનીની શૈલી છે. અનુભવ પદ્ધતિ વગર એ જ્ઞાન ન થાય.
આ Driving શીખે ત્યારે બતાવે છે કે નહિ ? આ લાણું કહેવાય... ફલાણું કહેવાય... આ બ્રેક કહેવાય, આ એક્સેલેટર કહેવાય, આમ કહેવાય, ક્લચ કહેવાય આમ છે, તેમ છે. એને બધું જ્ઞાન કરાવી દે. આ પૈડું છૂટું પડી જાય. ક્લચ છોડો એટલે જોઈન્ટ થઈ જાય. ક્લચ પ્લેટ સાથે આમ કનેક્શન છે. બીજું છે, ત્રીજું છે બધું સમજાવી દીધું, એટલે આવડી જાય Driving ? પંદર દિવસ, મહિનો એ Stearing ઉપ૨ બેસીને Practice કરે ત્યારે Driving શું એનું એને જ્ઞાન થાય. કેમકે ક્યા Turn માં કેટલી Speed adjust કરવી એ અનુભવ વગર ન આવડે. એની કોઈ Theory ન હોય. એની Theory બતાવી ક્યો ? લ્યો !
૩૭૯
મુમુક્ષુ :- કોઈ Theory જ નથી.
પૂજ્ય ભાઈશ્રી :– કોઈ Theory ખરી એની ? ગામ બહાર નીકળ્યા પછી અજાણ્યા રસ્તે કેટલો વળાંક ક્યાં આવશે એનું પહેલેથી નક્શો હોય છે કાંઈ ? એ તો અનુભવજ્ઞાન હોય એ જ Adjustment કરી શકે. સીધી વાત છે. એમાં શીખેલું, વાંચેલું જ્ઞાન કામ આવે કાંઈ ? એમ આ અનુભવજ્ઞાનમાં તો અનુભવ પદ્ધતિ વખતે જ સમજાય છે.
જ્યાં સુધી શાસ્ત્ર વાંચનારો મુમુક્ષુ પોતે વાંચેલી વાતને પ્રયોગમાં ન મૂકે ત્યાં સુધી એને ખરેખર વાંચેલા વિષયની સમજણ નથી આવતી. ભલે કોઈ ગમે તેટલું અહંમપણું રાખે કે નહિ હું હવે બરાબર સમજી ગયો છું, મને બરાબર સમજણ પડે છે. મારી ભૂલ નથી હવે. તમે કહો એ નયથી વસ્તુના સ્વરૂપને સિદ્ધ કરી દઉં. ગમે તેવો વિદ્વાન હોય. જ્યાં સુધી એ પ્રયોગમાં ઊતરે નહિ ત્યાં સુધી આ વિષયની ખરી સમજણ આવતી જ નથી. આપણે માનવા તૈયાર નથી, કોઈ કહે તોપણ.
પ્રશ્ન :- ક્ષયોપશમશાની ખરા જ્ઞાનીને મૂંઝવી દે ખરા ?