________________
પત્રાંક-૩૫૪
૩૮૧ સોગાનીજીએ જવાબ આપ્યો કે આત્મા શુદ્ધ પણ નથી અને આત્મા અશુદ્ધ પણ નથી. કેમ ? શુદ્ધતા-અશુદ્ધતા તો પર્યાયનો ધર્મ છે અને તમે તો મને આત્માના મૂળ સ્વરૂપનો પ્રશ્ન પુછો છો. એમના થોડા પરિચય ઉપરથી ખ્યાલ તો આવી ગયો હતો કે આ એક બંધારણના અભ્યાસી માણસ છે. દ્રવ્ય, ગુણ, પર્યાયના વિષય ઉપર વિચાર કરે છે. એણે મૂળ સ્વરૂપના પ્રશ્નમાં સીધો શુદ્ધતાનો પ્રશ્ન ઉઠાવ્યો. પાછળ ગમે તેને પૂછયું હોય. પણ આમને તો એવું વસ્તુનું સ્વરૂપ જોયું એવું કહ્યું.
એમણે કેમ એવો જવાબ દીધો ? કે પોતાને એવું વસ્તુનું સ્વરૂપ દેખાય છે કે એ શુદ્ધ પણ નથી અને અશુદ્ધ પણ નથી. જૈસા હૈ વૈસા હૈ. આત્મા ન તો શુદ્ધ હૈ, ન તો આત્મા અશુદ્ધ હૈ. આત્મા જૈસા હૈ વૈસા હૈ. હવે પેલાનો પ્રશ્ન પછી આવે જ નહિ. કેવી રીતે આવે ? પછી તો પ્રશ્ન જ લાગુ નથી પડતો.
પછી એમણે ચોખવટ કરી કે બરાબર છે. હવે આમાં તો કાંઈ પહોંચાય એવું છે નહિ. તો કહે આત્મા સ્વરૂપે શુદ્ધ છે એમાં રાગાદિ નથી, એ અપેક્ષાએ ગુરુદેવ’ શુદ્ધ કહે છે તો એ અપેક્ષા તો માન્ય હોવી જોઈએ. તો કહે, ઠીક છે. હવે તમારે કહેવું છે શું ? તો કહે, રાગ કેમ નીકળ્યો ? આત્મામાંથી કેમ નીકળ્યો ? તો કહે એ તો વ્યક્તિરૂપ વાત છે અને આ શક્તિરૂપ આત્મા છે. શક્તિ ને વ્યક્તિની મેળવણી ન હોય. શક્તિ તે શક્તિનું સ્વરૂપ છે અને વ્યક્તિ તે વ્યક્તિનું સ્વરૂપ છે. ન હવે બંધારણનું એ ગમે એટલું શાસ્ત્ર વાંચીને વિદ્વાન પૂછે, પણ જ્ઞાની જે બંધારણને સમજે છે એ પુસ્તક વાંચીને કોઈ સમજતું નથી. એ બંધારણનો વિષય ઘણો સૂક્ષ્મ છે. જેટલો પુસ્તકથી સ્પષ્ટ કોઈ સમજી લ્ય, ધારી લ્ય એટલો બંધારણનો વિષય સ્થૂળ નથી, એથી પણ સૂક્ષ્મ છે અને એ જ્ઞાનીના જ્ઞાનનો વિષય છે. એટલે જ્ઞાનીને કાંઈ મૂંઝવણનો સવાલ નથી, કાંઈ ભૂલનો સવાલ નથી. કેમકે એને તો પદાર્થ દર્શન છે. , એ તો અન્યમતિમાં બહુ સમર્થ વિદ્વાનો થાય છે અને જૈન જ્ઞાની હોય, આત્મજ્ઞાની એ બહુ ઓછા અલ્પ સંયોપશમવાળા પણ ઘણા હોય છે. છતાં પણ એને પદાર્થ દર્શન છે એટલે સામે ક્યાં ભૂલે છે એ વાત એને બરાબર સમજાય છે. ભલે સમજાવી ન શકે, કહી ન શકે બીજી વાત છે પણ જ્ઞાનમાં બરાબર વાત આવે. એમાં ફેર ન પડે.