________________
૩૦
ચજહૃદય ભાગ-૫ સન્મુખ થાય અને પોતાનું નિજ હિત સાધ એ એક જ ઉદ્દેશથી શાસ્ત્રનું અધ્યયન થાય. અને એ એક જ ઉદ્દેશથી સર્વકથનનું અર્થઘટન કરવું યોગ્ય છે અને બીજી કોઈ રીતે કોઈ વચનોનું અર્થઘટનનું કરવું યોગ્ય નથી. આ એનો સમ્યક્ પ્રકાર છે.
બને જગ્યાએ મન લીધું છે, જુઓ ! નહિતર અહીંયાં તો પ્રશ્ન ઊઠત. એક બાજુ પોતે એમ લખે છે કે “અપ્રમતધારાને નહીં વિસ્મરણ કરતું એવું આત્માકાર મન...” આત્માકાર મન તે સમયે ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. તો આત્માકાર છે અને ઉદય પ્રમાણે કેમ પ્રવૃત્તિ કરે છે? તો કહે છે, ત્યાં બે ભાગ છે. એક પરિણામ અંશના, એક સમયની પર્યાયના બે ભાગ છે. એક અંશ આત્માકાર છે, એક અંશ ઉદયને અનુસરે છે.
“અને જે કોઈ પણ પ્રકારે વતાય છે... તેવી રીતે ઉદય પ્રમાણે જે પ્રવૃત્તિમાં જે કોઈપણ પ્રકારે વર્તવાનું થાય છે તેનું કારણ પૂર્વે નિબંધન કરવામાં આવેલો એ ઉદય છે. અમારી એ બાજુની પ્રયત્નદશા નથી એમ કહે છે. અમે પ્રયત્નથી એ બાજુ
તા નથી. પ્રયત્નથી તો અમે આત્મા બાજુ જઈએ છીએ. એટલે પૂર્વે જે નિબંધન કરેલો કર્મનો ઉદય છે એને કારણે એટલી પ્રવૃત્તિ થાય છે. પ્રવૃત્તિ થવાનું આટલું જ કારણ છે. અમારું કારણ નથી.
મુમુક્ષુ - બે લીટીમાં કેટલું સમાવી દીધું !
પૂજ્ય ભાઈશ્રી - હા. સમયસાર' નો આખો કર્તા-કર્મ અધિકાર આવી ગયો. અહીંથી એવી પદ્ધતિ લીધી છે. જે સમયસારની પદ્ધતિ છે ને ? એવી પદ્ધતિ લીધી છે. ૩૨૭માં પાને છે. ૩૬૨ (પત્રમાં) છેલ્લી લીટી છે ને. ત્રણ લીટી છોડીને ઉપરથી ચોથી લીટી. ૩૨૭ પાનું. પત્રાંક ૩૬ ૨. એમાં ઉપરથી ચોથી લીટી.
ખરું આત્મભાન થાય છે તેને, હું અન્ય ભાવનો અકર્તા છું એવો બોધ ઉત્પન થઈ, અહપ્રત્યયીબુદ્ધિ, તે વિલય પામે છે. અન્યભાવ એટલે રાગાદિ ભાવ. રાગાદિ ભાવનો હું કર્તા છું એવું હુંપણાનું રાગાદિ પરિણામમાં પરિણમન છે એ પ્રકાર ખલાસ થઈ જાય છે. વિલય પામે છે એટલે વિનાશ થઈ જાય છે. ત્યારે એ આત્માને ખરું આત્મભાન વર્તે છે એમ ગણાય. આત્મજ્ઞાનીને આત્મભાન હોય ત્યારે રાગ ન થાય એમ નથી. રાગ થાય ખરો પણ હું કરું છું એવો અનુભવ ન થાય.
જ્ઞાનીને રાગ થાય ખરો. રાગ થાય, દ્વેષ થાય, મોહ થાય, ક્રોધ થાય, લોભ