________________
પત્રાંક–૩૫૩
૩૬૯
કહી દઈએ છીએ. ભલે ચૈતન્ય વિકાર છે તોપણ એને સીધા પુદ્ગલમાં નાખે છે એનું કારણ એ છે. ઘણી વાત તો પ્રત્યક્ષ મેળ ખાતી નથી. કે જે ચૈતન્યના પરિણામનો અંશ છે, પછી વિકારી-અવિકારી બીજી વાત છે. એ તો ચૈતન્ય જ છે. છતાં એને પુદ્ગલનો કહેવામાં વાંધો નથી. જો એને પુદ્ગલનો કહેવામાં વાંધો નથી તો એના કારકો ભિન્ન કહેવામાં પણ વાંધો હોવાનો પ્રશ્ન રહેતો નથી. જો પુગલના છે તો પુદ્ગલના કારકો પુદ્ગલના છે અને ચૈતન્યના કારકો ચૈતન્યના છે. એ તો સીધી વાત છે. એમ. એટલે ભિન્નતાનું પ્રયોજન સાધવાની વાત છે.
સિદ્ધ દશામાં જે પ્રયોજન સાધવાનું નથી ત્યાં તો વાણી પણ નથી અને વાત પણ નથી. જ્યાં પ્રયોજન સાધવાનું છે ત્યાં તો બીજી દશા ઊભી છે. એ દશાને તોડવા માટે, એ દશાનો નાશ કરવા માટે, મિથ્યાત્વ અને અજ્ઞાનનો નાશ કરવા માટે અને વિભાવનો અભાવ કરવા માટે જેટલું જોર થઈ શકે એટલું કરવું જોઈએ.
એમાં તર્ક એવો આવે છે કે બંધારણને તોડીને કાંઈ વાત કરાય ? પણ બંધારણને તોડીને તો આ સિવાય પણ ઘણી વાતો છે. ભગવાનની ભક્તિમાં બંધારણ ક્યાં સચવાશે ? ભગવાન તારણહાર છે. ભગવાનને તારણહાર કહેવા પડે છે. આપ તીર્થંકર છો, તીર્થના કર્તા છો. તીર્થના કર્તા ભગવાન છે ? ભગવાન તો પોતાના સ્વરૂપ પરિણામના કર્તા છે. અમારા તારણહાર છો.
કોઈ ચ૨ણાનુયોગ(નો વિષય લઈએ). મુનિ જોઈને ચાલે. બંધારણ ક્યાં સચવાશે ? પણ એ બંધારણનો પ્રશ્ન, બંધારણના સ્થાને ઊચિત છે. બંધારણ સિવાયનું પ્રકરણ ચાલતું હોય ત્યારે વચ્ચે બંધારણનો પ્રશ્ન ઊચિત જ નથી. કેમકે ત્યાં એ વિષય ચાલતો નથી, એ વાત ચાલતી નથી, એ વાત કહેવી નથી, એ વાત કહેવાનો ઉદ્દેશ નથી. કોઈ પણ કથનમાં તે કથનમાં ક્યો ઉદ્દેશ્ય રહેલો છે ? અને તે ઉદ્દેશ આત્માને હિતકારી છે કે નહિ ? એ પ્રકારે કોઈપણ શાસ્ત્રનું અધ્યયન કરવું જોઈએ. એટલે જ્યાં જ્યાં શાસ્ત્ર અધ્યયનની વાત શાસ્ત્રમાં આવે છે, શાસ્ત્ર અધ્યયનની વાત પણ શાસ્ત્રમાં આવે છે ત્યારે શાસ્ત્રકાર એક વિશેષણ લગાડે છે કે સમ્યક્ પ્રકારે શાસ્ત્રનું અવગાહન કરવું. ‘સમ્યક્ પ્રકાર' એવું વિશેષણ લગાડે છે. શાસ્ત્રનું અધ્યયન કરવું એમ નહિ, એ તો ઘણા વાંચે, ગોખે, ગમે તે ધારણા કરે એમ નહિ. સમ્યક્ પ્રકારે શાસ્ત્રનું અવગાહન કરવું. એ સમ્યક્ પ્રકાર શું છે ? કે જીવ જેમ પોતાના સ્વરૂપ