________________
પત્રક - ૩૫૩ મુંબઈ, ચૈત્ર સુદ ૧૨, શુક્ર, ૧૯૪૮ માં
મુમુક્ષતાપૂર્વક લખેલું તમ વગેરેનું પત્ર પહોંચ્યું છે.
સમય માત્ર પણ અપ્રમત્તધારાને નહીં વિસ્મરણ કરતું એવું છે ? આત્માકાર મન તે વર્તમાન સમયે ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે; અને જો જે કોઈ પણ પ્રકારે વર્તાય છે, તેનું કારણ પૂર્વે નિબંધન કરવામાં આવેલો એ ઉદય છે. તે ઉદયને વિષે પ્રીતિ પણ નથી, અને અપ્રીતિ પણ નથી. સમતા છે; કરવા યોગ્ય પણ એમ જ છે. પત્ર લક્ષમાં છે.
- યથા યોગ્ય છે
તા. ૯-૧૨-૧૯૮૯, પ્રવચન ન. ૧૦૦
પત્રાંક – ૩પ૩ થી ૩૫૬
Wyd
પત્રાંક ૩૫૩, પાનું ૩૨૪. “અંબાલાલભાઈ' ઉપરનો પત્ર છે. “મુમુક્ષતાપૂર્વક લખેલું તમ વગેરેનું પત્ર પહોંચ્યું છે. બીજા પણ મુમુક્ષુઓએ પત્ર સાથે લખ્યો હશે. એટલે વગેરે શબ્દ લીધો છે. તમે અને વગેરેનું પત્ર પહોંચ્યું છે. “સમય માત્ર પણ અપ્રમત્તધારાને નહીં વિસ્મરણ કરતું એવું જે આત્માકાર મન તે વર્તમાન સમયે ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે...... મન પ્રવૃત્તિ કરે છે. અમે એનાથી જુદાં પડેલા છીએ. મન વર્તમાન સમયમાં ઉદયને અનુસરતી પ્રવૃત્તિ કરે છે પણ અપ્રમત્તધારાને નહિ વિસ્મરણ કરતું એવું છે. જે જ્ઞાનધારા છે, જેમાં પુરુષાર્થ છે, સ્વરૂપની સાવધાની છે એવું જે આશિક પરિણમન છે એ એક મન છે. ઉદય બાજુ વળતું એક બીજું મન છે. એ તો એક પરિણામની અંદર વહેંચાયેલી બે ધારા છે. એટલે આત્માકાર ચિત્ત છે,