________________
પત્રાંક-૩૫ર
૩૬૫ એ તો કૂતરાને લાકડી છે. મૂળમાં તો તારું ઉપાર્જન કરેલું કર્મ છે, બીજું કાંઈ નથી. એવી ટૂંકી દૃષ્ટી થઈ જાય છે. . મુમુક્ષુ :- ... ટ્રેષ આવે ત્યાં આપણું જ ઉપાર્જન કર્મ ન ?
પૂજ્ય ભાઈશ્રી :- ખરેખર તો આપણું ઉપાર્જન છે. એનું કારણ છે કે જો એવી રીતે હોય તો તો જગતમાં કોઈ કોઈને રસ્તા ઉપર ચાલવા ન દે, ઊભો પણ ન રહેવા દે. જીવની અનિષ્ટ વૃત્તિ, રાગ-દ્વેષ-મિથ્યાત્વની વૃત્તિ એવી છે કે કોઈ રસ્તા ઉપર કોઈને ઊભો ન રહેવા દે. એમ જ કહે કે ચાલવું હોય તો પગ માથે લઈને ચોલો. રસ્તા ઉપર પગ મૂકશો નહિ, ભાઈ ! એમ જ કહી દે. તો કહે, પણ ક્યાં મૂકવા ? કહે, તમારા માથા ઉપર મૂકો પણ અહીંયાં રસ્તા ઉપર નહિ મૂકતા, એમ કહી દે. સંસારમાં એવી જીવની વૃત્તિ છે. પણ ખરેખર જીવને જેટલા પરિણામ થાય છે એટલું કાર્ય થઈ નથી શકતું. થઈ શકે છે ? નથી થઈ શકતું. એટલે કોઈ પોતાનું નુકસાન કરતો હોય, નુકસાન કરવાનો ઇરાદો પણ રાખતો હોય અને એવા પરિણામ પણ કરતો હોય તોપણ ત્યાં એમ વિચારવા યોગ્ય છે કે એ કરી શકતો નથી. જો નુકસાન થશે તો મારા પૂર્વકર્મને લઈને થશે. બાકી એ નહીં કરી શકે, એની ઇચ્છાથી નહિ થાય. એના પરિણામથી નહિ થાય. આ સીધી વાત છે. - મુમુક્ષુ :- “બંધ સમય જીવ ચેતીએ, ઉદય સમય શા ઉચાટ.'
પૂજ્ય ભાઈશ્રી :- આ ધંધામાં તો હરીફાઈ હોય છે કે નથી હોતી બજારમાં ? એ તો વેપારીને ક્યાં સમજાવવું પડે એવું છે. પોતાનો હરીફ વેપારી હોય એને નુકસાન કરવા માગે છે કે નહિ ? કરી શકે કાંઈ ? એના ભાગ્યમાં નુકસાન લખ્યું હોય તો ગમે તે રીતે થાય એને. કોઈના પરિણામથી કોઈને નુકસાન થાય એવો અધિકાર નથી ગતમાં. મૂળ તો એવી વસ્તુસ્થિતિ જ નથી. એટલે કોઈના અધિકારની એ વાત નથી. એટલે જ્યારે સામો જીવ નુકસાન કરે છે ત્યારે પણ એના અધિકારની વાત નથી, એના પરિણામ છે એ તો. અહીંયાં થવા યોગ્ય હોય છે એનો મેળ ખાય છે ત્યારે એણે કર્યું એમ જોવામાં આવે છે. ખરેખર એ કરી શકતો નથી. માટે એના ઉપર દ્વેષ કરવા જેવો નથી. અહીંથી ન્યાય લેવો જોઈએ.
મુમુક્ષુ - જ્યારે કોઈ બનાવ બને છે તેમાં સફળતામાં પોતાનો ચહેરો જોવાની ચેષ્ટ કરે છે.