________________
૩૬૪
ચજહૃદય ભાગ-૫ આ વ્યવહારિક ન્યાય પકડાવ્યો છે. કોઈપણ રીતે સમાધાન રહે એટલે પૂર્વના કરેલા કર્મનો ઉદય છે એ ન્યાય પકડાવ્યો છે. જ્યારે સજ્જન માણસ છે (એ) દેણું કરેલું દેવા તૈયાર છે પછી એને દેતી વખતે દુખ શા માટે ? એમ જે અણગમતા પ્રસંગો ઉદયમાં આવ્યા એ તો પોતે દેણું કરેલું છે, એમાં દુખ શા માટે ? એમ કરીને એણે એ ન્યાયથી શાંતિ રાખવાની વાત કરી છે. અહીં તો એને સમતા કહી, હોં ! એ પ્રકારે પોતે સમાધાન કરે તો એને સમતા કહી છે. પેલી વીતરાગભાવરૂપ સમતાની વાત અહીંયાં નથી.
માટે મનનો કંટાળો જેમ બને તેમ શમાવવો અને ઉપાર્જન કર્યું ન હોય એવાં કર્મ ભોગવવામાં આવે નહીં, એમ જાણી બીજા કોઈના પ્રત્યે દોષદષ્ટિ કર્યાની વૃત્તિ જેમ બને તેમ શમાવી સમતાએ વર્તવું એ યોગ્ય લાગે છે, અને એ જ જીવને કર્તવ્ય છે. સામાન્ય રીતે જીવ કોઈ દુઃખનો પ્રસંગ ઊભો થાય ત્યારે કોઈના ને કોઈના ઉપર દોષનો ટોપલો ઢોળ્યા વિના રહેતો નથી. અને આ રીતે બીજાનો દોષ જોવાની જીવની એક દષ્ટિ થઈ ગઈ છે કે કાંઈ પણ અનુચિત થાય એટલે પોતાનો દોષ જોવાને બદલે એ બીજાનો દોષ જોશે. આના કારણે આમ થયું. આના કારણે આમ થયું. એટલા એના ઉપર એને દ્વેષ આવ્યા વિના રહે નહિ.
મુમુક્ષુ :- ખરેખર તો પોતાના પ્રારબ્ધનો દોષ છે.
પૂજ્ય ભાઈશ્રી :- પ્રારબ્ધનો દોષ છે. કેમકે એક ન્યાય એ લીધી ને કે જે કર્મ પોતે ઉપાર્જન ન કર્યા હોય એવા તો કોઈ ભોગવવા પડતા નથી. તો દુઃખનો પ્રસંગ આવ્યો એનો અર્થ કે તે ઉપાર્જન કરેલું ભોગવવાનું છે. કોઈ વર્તમાન તું કારણ ગોતે છો એ ખોટું છે. શાસ્ત્રમાં એક દગંત આવે છે કે કુતરાને કોઈએ લાકડી છૂટી મારી, છૂટ લાકડીનો ઘા કર્યો. કૂતરાને લાકડી વાગી તો એણે શું જોયું ? કે આ લાકડી વાગી એટલે મને વેદના થાય છે. માથામાં વાગી કે પગ ઉપર વાગી પણ એને લાકડી વાગી એટલે દુઃખ થયું. આ લાકડી વાગી એટલે દુઃખ થયું તો એ) માંડ્યું લાકડીને બટકા ભરવા. આ લાકડી વાગી એનું મને દુઃખ છે, આ લાકડી વાગી એનું મને દુઃખ છે, તેં લાકડીને બટકા ભરે છે. એવી સંસારમાં જીવની પરિસ્થિતિ છે કે એને સામે કોણ કારણ દેખાય છે ? કે આ મારા ઉપર દ્વેષ કરે છે. આ મારાથી ઊંધો ચાલે છે, આ મારાથી પ્રતિકૂળ ચાલે છે, આ મને આમ કરે છે, આ આમ કરે છે.