________________
૩૬૨.
જહૃદય ભાગ-૫ શ્રદ્ધાનો દોષ પણ ત્યાં વધારે તીવ્ર થાય છે. એટલે કુસંગ છે એના પ્રત્યે શાસ્ત્રકારોએ અને જ્ઞાનીઓએ વિશેષપણે વધારે ધ્યાન ખેંચ્યું છે.
મુમુક્ષુ :- પરિણામમાં તો અસત્સંગનો જ પરિચય છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા, જીવને અસત્સંગનો પરિચય તો વિશેષ છે પણ છતાં પોતે છૂટવાના લક્ષમાં હોય તો એમાં એને તીવ્ર રસ ન આવે, મંદ રસે પ્રવૃત્તિમાં જવાનું થાય. નહિતર તીવ્ર રસે જવાનું થાય. એટલે લક્ષ ઉપર બધો આધાર છે. એ ૩૫૧ થયો.
પત્રાંક - ૩પર
મુંબઈ, ચૈત્ર સુદ ૯ બુધ, ૧૯૪૮ શુભપમાયોગ્ય મહેતા શ્રી ૫ ચત્રભુજ બેચર,
તમને હાલમાં બધાથી કંટાળો આવી ગયા વિષે લખ્યું તે વાંચી છેખેદ થયો. મારો વિચાર તો એવો રહે છે કે જેમ બને તેમ જાતનો કંટાળો શમાવવો અને સહન કરવો.
કોઈ કોઈ દુખના પ્રસંગોમાં તેવું થઈ આવે છે અને તેને લીધે વૈરાગ્ય પણ રહે છે, પણ જીવનું ખરું કલ્યાણ અને સુખ તો એમ આ જણાય છે કે તે બધું કંટાળાનું કારણ આપણું ઉપાર્જન કરેલું પ્રારબ્ધ જ છે, જે ભોગવ્યા વિના નિવૃત્ત થાય નહીં, અને તે સમતાએ કરી ભોગવવું. છે. યોગ્ય છે. માટે મનનો કંટાળો જેમ બને તેમ શમાવવો અને ઉપાર્જન
ક્ય ન હોય એવા કર્મ ભોગવવામાં આવે નહીં, એમ જાણી બીજા કોઈના પ્રત્યે દોષદષ્ટિ કર્યાની વૃત્તિ જેમ બને તેમ શમાવી સમતાએ વર્તવું એ યોગ્ય લાગે છે, અને એ જ જીવને કર્તવ્ય છે.
લિ. રાયચંદના પ્રણામ છે