________________
પત્રાંક-૩૫૧
૩૬૧ ઉપાધિમાં મૂંઝાઈ રહેવાથી યોગ્યપણે ન વતાય તે વાત લક્ષમાં રાખવા યોગ્ય જ્ઞાનીઓએ જાણી છે. સંક્ષેપમાં એક માર્ગદર્શન આપ્યું છે કે જેમ બને તેમ વિચારનો પરિચય થાય તેમ મુમુક્ષજીવે કરવું જોઈએ. એટલે એવો સત્સંગ અને સતુશાસ્ત્ર, એ સંબંધી એણે પરિચય રાખવો જોઈએ અને જે કાંઈ ઉદયના કાર્યો આવે એમાં ઉપાધિથી મુંઝાઈ રહેવાથી, ઉપાધિથી કોઈ મૂંઝવણ થાય તો યોગ્યપણે ન વર્તાય પણ અયોગ્યપણે વર્તાય, એટલે પોતે ઉપાધિને વશ થઈને કાં તો રાગમાં તીવ્રપણે ખેંચાઈને અને કાં તો ટ્રેષમાં તીવ્રપણે ખેંચાઈને અયોગ્યપણે વર્તે એવી પરિસ્થિતિ થઈ જાય તે વાત લક્ષમાં રાખવા યોગ્ય જ્ઞાનીઓએ જાણી છે. એટલે દરેક પ્રસંગમાં યોગ્યપણે વર્તવું અને અયોગ્યપણે ન વર્તવું એવી જ્ઞાનીઓએ લક્ષ રાખવા માટે સૂચના કરેલી છે, ભલામણ કરેલી છે કે કોઈપણ કાર્યના પ્રસંગની અંદર યોગ્યપણે વર્તવું અને અયોગ્યપણે ન વર્તવું જોઈએ.
લોકો પણ સામાન્ય રીતે એમ કહે છે કે જ્યારે બહુ મૂંઝવણની વાત ઊભી થાય ત્યારે બાબર નિર્ણય નથી લઈ શકાતો. એટલે બહુ Tension ની પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય નથી લઈ શકાતો પણ હળવી પરિસ્થિતિ થાય ત્યારે યોગ્ય નિર્ણય લઈ શકાય છે. એ તો સર્વસાધારણ અનુભવગોચર વાત છે. તો અહીંયાં પણ એમ કહે છે કે સદ્દવિચારમાં હોય અને એ પ્રકારે સત્શાસ્ત્ર અને સત્સંગનો પરિચય વિશેષ હોય તો યોગ્ય નિર્ણય લઈ શકાય છે. નહિતર યોગ્ય નિર્ણય લેવામાં મુમુક્ષુ ભૂલ કરે છે. એવી પરિસ્થિતિ થાય છે. . ખાસ કરીને જેને કુસંગ હોય છે, અસત્સંગ હોય છે એને યોગ્ય નિર્ણય લેવાની શક્તિ છે એ ઘટી જાય છે અથવા મટી જાય છે અથવા થઈ શકતી નથી. એવી પરિસ્થિતિ ઊપજે છે. અથવા કોઈ મુમુક્ષની યોગ્ય વિચાર કરી શકે એવી પરિસ્થિતિ હોય તો એ વિચારનું બળ એની પાસે ન રહે એવું કારણ પણ અસત્સંગની પરિસ્થિતિમાં અથવા કુસંગની પરિસ્થિતિમાં ભજે છે.
મુમુક્ષુ :- કુસંગ અને અસત્સંગ બને બરાબર નુકસાનકારક છે.
પૂજ્ય ભાઈશ્રી :- અસત્સંગ કરતાં કુસંગ વધારે નુકસાનનું કારણ છે. અસત્સંગમાં ચારિત્રનો દોષ તીવ્ર થાય છે એટલો શ્રદ્ધાનો દોષ તીવ્ર નથી થતો. કુસંગમાં શ્રદ્ધાનો દોષ તીવ્ર થાય છે. ચારિત્રદોષ તો ત્યાં વધારે થાય જ છે પણ