________________
પત્રાંક-૩૫૦
૩૫૯ કર્તબુદ્ધિએ નહિ. સહજપણે, સ્વરૂપ સ્થિરતાને લીધે સહજપણે થતો જે ત્યાગ તે અકર્તવ્યને લક્ષે કર્તવ્ય છે. જુઓ ! કેવી ભાષા વાપરી છે ! “એમાં સંદેહ નથી.'
મુમુક્ષુ :- દરેક વાક્યનું મહત્વ ઘણું છે.
પૂજ્ય ભાઈશ્રી - અનુભવમાંથી નીકળેલી વાણી છે. પોતાના અનુભવમાંથી નીકળેલી બધી વાણી છે.
અહીંયાં તો એમણે એક વિષય એ હાથમાં લીધો છે કે વ્યવહારસંયમ અને નિશ્ચયસંયમને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. એ ત્યાર પછીનો પેરેગ્રાફ છે. છેલ્લો પેરેગ્રાફ છે. પ્રારબ્ધ છે, એમ માનીને જ્ઞાની ઉપાધિ કરે છે એમ જણાતું નથી, પણ પરિણતિથી છૂટ્યા છતાં ત્યાગવા જતાં બાહ્ય કારણો રોકે છે, માટે જ્ઞાની ઉપાધિસહિત દેખાય. છેબાકી એ પોતે તો એનાથી પરિણતિથી છૂટ્યા છે, ભિન્ન પડી ગયા છે. તથાપિ તેની નિવૃત્તિના લક્ષને નિત્ય ભજે છે. પ્રવૃત્તિને ભજતા નથી પણ નિવૃત્તિના લક્ષને ભજે છે.
પ્રશ્ન :- બાહ્ય કારણો રોકે છે એટલે ઉદય ?
સમાધાન :- ઉદય રોકે છે. એમ છે. વૃત્તિ તૈયાર થઈ છે પણ ઉદય હજી રોકે છે. પુરુષાર્થ જે અલ્પ છે એ ગૌણ કર્યો છે અહીંયાં. કેમકે જેટલો પુરુષાર્થ વ્યક્ત છે એટલો તો લગાવે છે. જેટલી પોતાની શક્તિ છે એટલી તો વાપરે છે. એટલે અહીંયાં એનો એ દોષ નથી લેતા. પણ પોતાના પરિણામને અને બાહ્ય પરિસ્થિતિને મેળ ખાય છે ત્યારે બહારનો સર્વસંગપરિત્યાગનો અવસર ઊભો થાય છે. ત્યાં સુધી આવી પડેલી એ પરિસ્થિતિ છે, જે બાહ્ય સ્થિતિ છે, બાહ્ય કારણો છે એ આવી પડેલા છે.
એકવાર પૂજ્ય બહેનશ્રી પાસે ચર્ચા થઈ. આપણા કોઈ મુમુક્ષુ અમેરિકાથી આવ્યા હશે ત્યાં અમારે મંદિરમાં ભગવાનના દર્શન થાય એવી કોઈ પરિસ્થિતિ નથી. દેવ-ગુરુશાસ્ત્રનો ત્યાં યોગ નથી, તો એમ વિચારીએ કે શું કરીએ ? અમારી તો ઇચ્છા છે કે ત્યાં પણ અમને કાંઈક આવો લાભ મળતો હોય તો અમારે લેવાની ઇચ્છા ખરી. પણ હવે શું થાય ? ઉદય જ એવો છે કે અમારે ત્યાં રહેવું પડે છે. તો એમ કે જેમ ચક્રવર્તી જ્ઞાની હોય ને ચક્રવર્તી હોય છતાં એને એમ કે એવા સંયોગોમાં જે વૈભવમાં રહેવું પડે છે. તો કહે ના, એવું નથી. ના પાડી. એની માથે આવી પડેલું