________________
પત્રાંક ૩૫૦
૩૫૦
કેટલી વાર ટકતું નથી ? કે ક્ષણવાર પણ ટકવાની પરિસ્થિતિ જ્યારે નથી રહેતી ત્યારે શાની સર્વસંગપરિત્યાગને ઇચ્છે. આ વાત અહીંથી નીકળે છે. મુનિદશા છે એ સર્વસંગપરિત્યાગની દશા કહેવામાં આવે છે, અને પ્રગટપણે ત્યાં જોવામાં આવે છે કે મુનિ ક્ષણવાર પણ કોઈ પ્રવૃત્તિમાં ટકતા નથી, અંદરમાં ચાલ્યા જાય છે.
એનો ૬૬૩ માં દોઢ લીટીનો એક પત્ર છે. એમાં પણ એ વાતનો ઉલ્લેખ છે. ગૃહાદ્ધિ પ્રવૃત્તિના યોગે ઉપયોગ વિશેષ ચલાયમાન રહેવા યોગ્ય છે, એમ જાણીને પરમપુરુષ સર્વસંગપરિત્યાગનો ઉપદેશ કરતા હવા. પરમપુરુષ એટલે સર્વશ પરમાત્માએ સર્વસંગપરિત્યાગનો ઉપદેશ એટલા માટે આપ્યો છે કે ગૃહાદિ પ્રવૃત્તિમાં ઉપયોગની ચંચળતા થવાની પરિસ્થિતિ ઘણી છે, માટે જેને આત્મામાં સ્થિર ઉપયોગે રહેવું હોય એણે સર્વસંગપરિત્યાગ કરવો યોગ્ય છે. તો એ સર્વસંગપરિત્યાગની દશામાં જંગલની અંદર પોતાનામાં સ્થિર ઉપયોગમાં આવે છે.
હવે એ પ્રશ્ન એમણે ઉઠાવ્યો છે. એ દશા પ્રત્યે ધ્યાન દોરવા માટે ઉત્તર દોર્યો છે. પ્રશ્ન પૂછ્યો છે પોતે કે જ્ઞાની તો શાતા થઈ ગયા છે, શાતાભાવે રહે છે અને ઉદયની નિર્જરા કરે છે તો સર્વ પ્રકારના ઉદયમાં જ્ઞાતાભાવે રહીને નિર્જા કરતા એવા જ્ઞાની, એને સર્વસંગપરિત્યાગ કરવાનો શું હેતુ છે ? એ તો ગમે તે પરિસ્થિતિમાં શાતા રહે છે. તો એ ૬૬૩માં તેમણે ઉત્તર આપ્યો, ધ્યાન ખેંચ્યું છે કે, ગૃહાદિ કાર્યોમાં પણ ઉપયોગની ચંચળતા છે. ભલે શાતાપણું સાથે છે પણ ઉપયોગ અચંચળ પરિણામે સ્વરૂપમાં સ્થિર રહી જાય એવી ગૃહસ્થની પરિસ્થિતિમાં રહેવું સંભવિત નથી. માટે જેનો પુરુષાર્થ એટલો તૈયાર થયો કે હવે સ્વરૂપમાં સ્થિર થઈ જવું છે. ઉદયના પ્રસંગોમાં ટકી શકાતું નથી, ટકવું હોય તોપણ ટકી શકાય એવી મારી પરિસ્થિતિ નથી. ત્યારે એ સર્વસંગપરિત્યાંગને ઇચ્છે છે. પરિત્યાગ સહેજે સહેજે કરી જાય છે. એમાં એને જરાપણ કઠિન લાગતું નથી. ઊલટાનું એને એ પરિસ્થિતિમાં ન આવે અને ગૃહસ્થમાં રહેવું કઠિન પડી જાય છે. ત્યારે એ સર્વસંગપરિત્યાગ કરી લે છે. એ હેતુ છે.
મુમુક્ષુ :- ૬૬૪
પૂજ્ય ભાઈશ્રી :- બરાબર, સોભાગભાઈ' ઉપરનો છે. સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે.’ જેને નીરસ પરિણામ છે, જેને મારાપણું નથી, મારાપણું જેણે મટાડ્યું છે. સંસારમાં રહ્યો હોવા