________________
૩૫૫
પત્રાંક-૪૯ કોઈ આશ્ચર્યકારક છે. નહિતર એવું સત્ય નથી, સત્ય તો સૂર્ય જેવું છે કે જેમ સૂર્યને છાબડે ઢાંકીને રાખી શકાય નહિ એવું પણ સત્ય પ્રગટ છે છતાં પણ લોકસ્થિતિ આશ્ચર્યકારક છે.”
‘ગુરુદેવ તો સ્પષ્ટ કહેતાને કે અમારી પાસે ચમત્કાર નથી. અમે કાંઈ કોઈને પૈસાવાળા બનાવી દેતા નથી. અમારે કાંઈ એ પ્રકારની કોઈપણ જાતની સીધી કે આડકતરી એ જાતની પ્રવૃત્તિ નથી. છતાં જો કોઈને નિર્ધનતામાંથી, દરિદ્રતામાંથી સારી સ્થિતિ થઈ જાય તો આવું કહેનારા જે ગુરુ, સત્ય વાત કહેનારા, તો એમ માને કે ના, ના આપણને ગુરુદેવનો પ્રતાપ છે. આશ્ચર્યકારક જ વાત છે ને! એમાં પાછા વળી કોઈ શાસ્ત્રનો અભ્યાસ કરતા હોય એને પણ એમ થાય કે અમારે કાંઈ નહોતું, ગુરુદેવની કૃપાથી અત્યારે તો હવે ઘણું થઈ ગયું.
મુમુક્ષુ :- એ તો નિમનતાથી કહે, વિનય બતાવે છે.
પૂજ્ય ભાઈશ્રી :- વિનય બતાવે છે તો એવી રીતે વિનય શા માટે ? એમ વિનય બતાવી શકાય છે કે કાંઈ સમજતા નહોતા. વિનય બતાવ્યો હતો એકવાર. સોગાનીજી સાથે વાત થઈ હતી. છેલ્લી વખત આવ્યા ત્યારે લગભગ જવાની તૈયારીમાં હતા ત્યારે આપણા (એક મુમુક્ષ) મળવા આવ્યા હતા. થોડુંક એ વખતે સમાજની અંદર છણપણ ત્યાં થઈ ગયું હતું કે, ભાઈ આ કાંઈક છે, કાંઈક છે, અહીંયાં કાંઈક છે. બધા ભેગા થાય છે. પછી કાંઈક છે એટલે એમ કે બધા માને છે કે અહીંયાં કાંઈક સમ્યગ્દર્શન છે... સમ્યગ્દર્શન છે... એમ માનીને બધા ભેગા થાય છે.
એક શિષ્ટાચારની રીતે મળવા આવ્યા હતા. કેમ છે ? તબિયત સારી છે ને. તો કહે, હા ! સારી છે. ચર્ચા કેમ ચાલે છે ? ચર્ચા ચાલતી હતી રોજ એટલે એમણે સહેજ દાણો દાવ્યો. ચર્ચા સારી ચાલે છે ને ? ચર્ચા ચાલે છે બરાબર ? એમણે સીધી એ રીતે વાત કરી. એ તો “ગુરુદેવની કૃપા છે. “ગુરુદેવ મળ્યા પહેલાં તો હું આ Line ની એ.બી.સી.ડી. પણ જાણતો નહોતો. મેં તો એબીસીડી ભી નહીં જાનતા થા. યહ તો “ગુરુદેવ’ કી કૃપા હૈ. બસ ! આટલો ટૂંકો જવાબ આપી દીધો. નિમનિતા તો એ પણ નિમનતા જ છે. એ તો હકીકત છે પણ પોતાનો પુરુષાર્થ હોવા છતાં નિમનતા તો એમ હોય.
સાધકને પોતાનો પુરુષાર્થ હોવા છતાં નિમનતા તો એમ જ વાપરે છે ને !