________________
૩૫૪
રાજહૃદય ભાગ-૫
પ્રસંગો અને એ જ બધા પ્રકારો ચાલે છે કે આત્મા પોતે અંદરમાં એક અસંગ તત્ત્વ છે અને એ અસંગ તત્ત્વમાં અંતર્મુખ થઈને રહેતા જ આત્માને સુખ-શાંતિ છે એ વાત એને વિકટ થઈ પડે એવી જગતની બહારની પરિસ્થિતિ છે. ઊલટાનું એ વાત કરવા જાવ તો અરુચિથી જીવો એનો વિરોધ કરે. અસત્યનો આગ્રહ એવો છે કે એનો વિરોધ કરે. જગતના પ્રાણીઓ તો વિરોધ કરે નહિ, ધર્મક્ષેત્રમાં રહેલા જીવો પણ એનો વિરોધ કરે કે નહિ, આવું ન હોય ક્યાંય, આવું હોતું હશે કાંઈ ? આવી વાત હોતી હશે કાંઈ ?
મુમુક્ષુ :– “સોભાગભાઈ” સમાજમાં જીવંત પાત્ર બની ગયા. પૂજ્ય ભાઈશ્રી :- આ એમ જ છે એ તો. પોતે પોતાના લક્ષે વિચારે તો એવું જ છે. એ ૩૪૮ પત્ર પૂરો) થયો.
નમસ્કાર પહોંચે.
...
પત્રાંક - ૩૪૯
મુંબઈ, ચૈત્ર સુદ .૪, શુક્રવાર, ૧૯૪૮
લોકસ્થિતિ આશ્ચર્યકારક છે.
૩૪૯ માં ‘સોભાગભાઈને એક ટુકડો જ લખ્યો છે કે લોક સ્થિતિ આશ્ચર્યકારક છે.' સત્ય કહેનારા, સત્યને દર્શાવનારા, સત્યસ્વરૂપે પ્રગટ પરિણમનારા એવા ધર્માત્માઓ વિદ્યમાન હોવા છતાં અને જીવને દુઃખ નથી જોઈતું અને સુખ જોઈએ છે એવી દરેક જીવની પોતાની ઇચ્છા હોવા છતાં જીવ દુઃખનો ઉપાય છોડતો નથી અને સુખના ઉપાય બાજુ જતો નથી એ પણ એક આશ્ચર્યકારક વાત છે. લોકસ્થિતિ