________________
૩૫૮
ચજહૃદય ભાગ-૫
છતાં જેણે મારાપણું મટાડ્યું છે એ નિર્ભય છે. બીજાને તો ભય થયા વિના રહે નહિ.
મોટા મુનિઓને જે વૈરાગ્યદશા પ્રાપ્ત થવી દુર્લભ, તે વૈરાગ્યદશા તો ગૃહવાસને વિષે જેને પ્રાયે વર્તતી હતી, એવા શ્રી મહાવીર, ષભાદિ પુરુષો પણ ત્યાગને ગ્રહણ કરી ચાલી નીકળ્યા, એ જ ત્યાગનું ઉત્કૃષ્ટપણે ઉપદેશ્ય છે. એ તો બહુ સમર્થ પુરુષો હતો. ત્રણે શાન લઈને આવ્યા હતા, ક્ષાયિક સમ્યગ્દર્શન લઈને આવ્યા હતા. છતાં પણ ગૃહસ્થદશા એમને યોગ્ય ન લાગી. ગૃહવાસને વિષે ઘણો વૈરાગ્ય પ્રવર્તતો હતો.
જ્યારે એ પોતે ગૃહવાસમાં હતા, રાજપાટમાં હતા ત્યારે પણ ઘણા વૈરાગ્યમાં હતા, એ તો અમે જાણીએ છીએ એમ કહે છે. તોપણ એમણે એ દશાનો ત્યાગ કરીને જંગલમાં ચાલી નીકળ્યા. એ ત્યાગનું ઉત્કૃષ્ટપણું ઉપદેશ્ય છે કે જેને લઈને એ પોતાનો પૂરો સમય અને પૂરો પુરુષાર્થ એક જ જગ્યાએ કેન્દ્રિત કરી શકે. કોઈપણ કાર્યભાર નહીં, જેને કોઈપણ બીજા કાર્યની દખલ નહિ. એવી પરિસ્થિતિ સર્વસંગપરિત્યાગમાં જ ઉત્પન્ન થાય છે એટલે એનું ઉત્કૃષ્ટપણું લીધું છે.
ગૃહસ્થાદિ વ્યવહાર વર્તે ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય, કે આત્મજ્ઞાન હોય તેને ગૃહસ્થાદિ વ્યવહાર ન હોય એવો નિયમ નથી.' ગૃહસ્થદશામાં આત્મજ્ઞાન ન હોય તો થઈ શકે છે અને આત્મજ્ઞાની ગૃહસ્થાદિ વ્યવહારમાં હોઈ શકે છે. એ પ્રકારની અશક્યતા નથી. એ વાત ખ્યાલમાં છે, એ વાત સમજવામાં છે, એ મર્યાદા જાણીએ છીએ તેમ છતાં પણ જ્ઞાનીને પણ ત્યાગ વ્યવહારની ભલામણ પરમપુરુષોએ ઉપદેશી છે. ચારિત્રના અધિકારમાં આ ઉપદેશ આવે છે. કેમકે ત્યાગ ઐશ્વર્યને સ્પષ્ટ વ્યક્ત કરે છે? ત્યાગ છે એ પોતાના આત્માના ઐશ્વર્યને સ્પષ્ટપણે વ્યક્ત કરે છે. જેમ કે મુનિ નિર્વસ્ત્ર દશામાં છે. વસ્ત્રનો એને ત્યાગ છે, તો તુનો જે પ્રકોપ છે, તીવ્ર ઠંડી પડે છે, તીવ્ર ગરમી પડે છે છતાં પણ એ પોતાના આત્મામાં ઉપયોગ રાખે છે એ એના આત્માના ઐશ્વર્યને પ્રસિદ્ધ કરે છે, એ હારી નથી જતાં. બહુ ઠંડી લાગે છે, ચાલો ! ઓઢી લઈએ કાંઈ. એની પાસે તો ઇન્દ્રો આવે છે, ચક્રવર્તીઓ આવે છે, રાજા, મહારાજાઓ આવે છે. એને સમર્પણ કરનારા ઓછા નથી. છતાં એના ઐશ્વર્યને એ સૂચવે છે કે એ વિષય ઉપર કેટલો એનો વિજય છે !
કેમકે ત્યાગ ઐશ્વર્યને સ્પષ્ટ કરે છે, તેથી અને લોકને ઉપકારભૂત છે તેથી .. બીજાને પણ એ માર્ગે જવામાં નિમિત્ત પડે છે. ત્યાગ અકર્તવ્યલક્ષે કર્તવ્ય છે.”