________________
૩૬૦
છે. એ પોતે આમાં કહેશે.
શ્રીમદ્જીએ પોતાના માટે એક બહુ સરસ શબ્દ વાપર્યો છે કે અમને બાહ્ય કાર્યો પ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે. આત્મા માટે પ્રયત્ન દા વર્તે છે અને બાહ્ય કાર્યો માટે અપ્રયત્નદશા વર્તે છે. એટલે શું છે કે જ્ઞાની-અજ્ઞાનીનું આ લક્ષણ છે કે જ્ઞાની છે એ સ્વરૂપમાં સાવધાન છે અને બાહ્ય કાર્યોની અંદર એ સુતા જેવા છે, એટલે અપ્રયત્નદશા વર્તે છે. અજ્ઞાન દશામાં એ સાવધાન થઈને એનો પ્રયત્ન કરે છે કે આ જાળવી રાખું, આ વધારું, આ સંભાળું એમ પ્રયત્ન દશા વર્તે છે અને અંતર્મુખ જવામાં એનો જરાય પ્રયત્ન નથી ચાલતો. આ બે વચ્ચે ઊલટો-સૂલટો જે ફરક છે એ આ પ્રકારનો છે.
ગુજહૃદય ભાગ
એ સર્વસંગ પરિત્યાગ ઉપર આગળપાછળ જે અનુસંધાન છે એમાં પોતાની ભાવના (વ્યક્ત કરી છે). ગૃહસ્થમાં છે પણ સર્વસંગપરિત્યાગ કરવાની જે ભાવના છે એ એમાં સ્પષ્ટ થાય છે, વ્યક્ત થાય છે.
પત્રાંક - ૩૫૧
મુંબઈ, ચૈત્ર સુદ ૯, બુધ, ૧૯૪૮
બાહ્યોપાધિપ્રસંગ વર્તે છે.
જેમ બને તેમ સદ્વિચારનો પરિચય થાય તેમ કરવા, ઉપાધિમાં મૂંઝાઈ રહેવાથી યોગ્યપણે ન વર્તાય તે વાત લક્ષમાં રાખવા યોગ્ય જ્ઞાનીઓને જાણી છે.
પ્રણામ
૩૫૧ પત્ર છે. કુંવરજી મગનલાલ' ‘કલોલ'વાળા ભાઈ છે એના ઉપરનો પત્ર છે. બાહ્યોપાધિપ્રસંગ વર્તે છે. જેમ બને તેમ સદ્વિચારનો પિરચય થાય તેમ કરવા,