________________
૩૫૬
ચજહૃદય ભાગ-૫ કે જેટલું બને એટલું ગુરુદેવના નામે ચડાવે. એમાં એક એક પત્ર જો જો તમે, જેટલી પોતે તત્ત્વની વાત લખી છે એ વાત શરૂ કરતાં પહેલાં કોઈ જગ્યાએ અથવા પૂરું કર્યા પછી કોઈ જગ્યાએ “આમ “શ્રીગુરુદેવ કહે છે. ચડાવી દે છે એમને નામે. વાત પોતે કરે છે પણ ચડાવી દે છે એમને નામે.
મુમુક્ષુ - ગીતા જેવું, કરે પોતે અને ચડાવે બીજાને નામે..
પૂજ્ય ભાઈશ્રી :- હા. એમાં તો ગડબડ ઘણી છે. એમાં તો કોઈ એમ કહે કે ભાઈ અવળી બુદ્ધિ થઈ તો કહે ભગવાને એને એવી બુદ્ધિ આપી ત્યાં શું કરીએ? એવું નથી આમાં. અહીં તો જીવ અપરાધ કરે ત્યારે પોતે નક્કી કરે કે આ અપરાધ મારો કરેલો છે. નિરઅપરાધ ભાવ કરે તો કહે મારા “શ્રીગુરુનો પ્રતાપ છે. એ વિનય છે.
મુમુક્ષુ - ઉચ્ચ કોટીનો વિનય પૂજ્ય ભાઈશ્રી :- હા, એ તો છે જ. એવી લોકસ્થિતિ છે તે આશ્ચર્યકારક છે.
પત્રક - ૩૫૦
મુંબઈ, ચૈત્ર સુદ ૬, રવિ, ૧૯૪૮ જ્ઞાનીને સર્વસંગ પરિત્યાગ કરવાનો શો હેતુ હશે ?
પ્રણામ પ્રાપ્ત થાય છે ૧. જુઓ આંક ૩૩૪ અને ૬૬૩.
પછી ૩૫૦ માં પણ એક જ લીટી છે. “જ્ઞાનીને સર્વસંગ પરિત્યાગ કરવાનો શો હેતું હશે અપ્રતિબદ્ધપણે વિચરવાનો ભાવ આવે છે. ૩૩૪ પત્રમાં બીજો પેરેગ્રાફ છે ને? ૩૧મું પાનું છે. અત્યંત ઉદાસ પરિણામ થઈ ગયેલ હોવાથી ક્ષણવાર પણ ચિત્ત ટકતું નથી. જેથી જ્ઞાનીઓ સર્વસંગપરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરે છે? શા માટે જ્ઞાનીઓ સર્વસંગપરિત્યાગ કરે છે ? કે સંગમાં એમનું ચિત્ત ટકતું નથી.