________________
પત્રાંક–૩૪૮ પુરુષાર્થની ગતિ તીવ્ર થાય છે. જ્યાં ઘણો લાભ કે ઘણા નુકસાનનો પ્રસંગ ઊભો થાય ત્યારે પરિણામની અંદર તીવ્રતા આવ્યા વિના રહે જ નહિ. રસ તીવ્ર થાય, પુરુષાર્થ તીવ્ર થાય. આત્મા બાજુમાં આત્મામાં અનંત શાંતિ, અનંત જન્મ-મરણનો નાશ, અનંત દુઃખનો નાશ એવો લાભ જ્યારે સમજાય છે ત્યારે પુરુષાર્થ જોર પકડે જ છે. કેમકે સામર્થ્યરૂપે અનંત પુરુષાર્થ અંદર ભરેલો છે. શક્તિરૂપે તો અનંત બળ આત્મામાં રહેલું છે, આત્મામાં આત્મબળ કાંઈ થોડું નથી. પછી એ ક્યાં પ્રવર્તાવે છે ? કે જ્યાં એને મોટો લાભ-નુકસાન હોય ત્યાં એનો ઉપયોગ થઈ જાય છે. કરવો નથી પડતો, થઈ જ જાય છે. આ એક સ્વભાવગત વાત છે. જીવના સ્વભાવમાં રહેલી સ્વભાવગત વાત છે કે જે સહેજે સહેજે જ થાય. ઊલટી દિશામાં પણ સહેજે થાય, સૂલટી દિશામાં પણ સહેજે જ થાય.
મુમુક્ષુ - આત્મા પામવા માટે જે પુરુષાર્થ કરવો જોઈએ એના કરતા અનંત ગણો પુરુષાર્થ પુરમાં તો કરી જ રહ્યો છે.
પૂજ્ય ભાઈશ્રી - એ તો અનંત કાળથી કર્યો છે અને કરી રહ્યો છે. મુમુક્ષુ :- એટલે એને કાંઈ નવો બહારથી પુરુષાર્થ લાવવાનો નથી). પૂજ્ય ભાઈશ્રી :- ના. એ તો બળ તો ઘણું છે આત્મામાં. મુમુક્ષુ :- અત્યારે એ વાપરે પણ છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા. વાપરે એટલે કે તીર્થંકરના સમવસરણમાં જઈને તીર્થકરની વાત સંમત નથી કરી. એ તો પોતે જ કર્યું છે. કે નહિ, આમ નહિ. તો એણે કેટલું બળ વાપર્યું હશે ?
મુમુક્ષુ :- વિકટ શબ્દ લખ્યો છે. વિકટ પુરુષાર્થ તો કરે જ છે, ગમે તે મેળવવા.
પૂજ્ય ભાઈશ્રી :- હા. પણ એ ઊંધો પુરુષાર્થ કરે છે એટલે સવળું થવું વિકટ પડે છે. ઊંધી દિશામાં જોરથી જાય છે એટલે પાછા વળવું એને વિકટ પડે છે.
મુમુક્ષુ :- પુરુષાર્થની તાકાત પ્રગટ છે જ, વ્યક્તિ છે. પૂજ્ય ભાઈશ્રી - છે જ ચોક્કસ છે.
આ તો ચાલતી પરિસ્થિતિ ઉપર કોઈપણ જીવને વિચાર કરતો કરી મૂકે એવી એક શ્રીમદ્જીની વાત છે. વચનરચના પણ કોઈ એવી છે કે આ પરમસત્ય છે એની ભાવના કરવી જીવને વિકટ પડે એવી આ જગતની રચના છે. એવા ચિત્રવિચિત્ર