________________
પત્રાંક–૩૪૮
૩૫૧ કે કોઈપણ ભોગે મારે આ મારું કામ કરવું જ છે. મારે મારું હિત કરવું એમાં બીજી વાત અહિતની વાત મને પોષાય શું કરવા ? શા માટે હું એનું પોષાણ કરું ? બસ, તો સુગમ થઈ જાય છે. એ પરિસ્થિતિ જ્યાં સુધી પોતે ઊભી નથી કરતો ત્યાં સુધી ઘણી વિકટતા છે. •
મુમુક્ષુ :- નિશ્ચય પાકો (કરવો જોઈએ).
પૂજ્ય ભાઈશ્રી :- કેમકે બાહ્ય સાધનમાં જીવ ક્યાં સુધી કરે છે ? કે કાં તો થોડોક ત્યાગ કરીને બેસ છે તો લોકો ત્યાગી માનતા થઈ જાય છે કે, ભાઈ ! આને વ્રત છે, તપ છે, ત્યાગ છે. કાં તો શાસ્ત્રનું જ્ઞાન કરે છે એમાં બુદ્ધિ એની એટલી. શક્તિશાળી છે કે કામ કરે છે. તો એ વિચાર કરે છે કે વસ્તુ આમ છે, વસ્તુ આમ નથી, માર્ગ આમ છે, ઉન્માર્ગ આમ છે, સન્માર્ગ આમ છે, ફલાણું આમ છે, આગમ આમ છે, અધ્યાત્મ આમ છે, તત્ત્વ આમ છે, અપેક્ષા આમ છે (એમ) ઘણી બધી જાતનો વિચાર કરે છે. પણ એ રૂપ પરિણમન કરવું એ એક પુરુષાર્થનો અધિકાર છે. વિચાર થવો એક વાત છે. જ્યારે એવો વિચાર થાય છે ત્યારે પરિણમન ઊલટ ઊભું છે એ લક્ષમાં હોય તો એને એમ ખ્યાલ આવે કે વિચાર એક વાત છે અને પરિણમન બદલવું એક બીજી વાત છે.
મુમુક્ષુ :- ત્યારે જ Apply કરવું.
પૂજ્ય ભાઈશ્રી :- પહેલાં એનું એ સમજતી વખતે જો લક્ષ હોય તો વિચાર ઉપર વજન ન આવે કે વિચાર્યું તેથી શું થયું ? હજી પરિણમન બદલવું બાકી છે. જે વિચારું છું તદુંરૂપ મારું પરિણમન હજી બાકી છે. એમાં મેં શરૂઆત પણ નથી કરી. આ તો ખાલી ક્ષયોપશમમાં આ વિચારનો ખ્યાલ આવ્યો કે વસ્તુ તત્ત્વ આમ છે. આમ કરવા યોગ્ય છે. આમ કરવા યોગ્ય નથી એવો એક વિચારની અંદરની ખ્યાલ આવ્યો છે, પણ પરિણમન કરવું બાકી છે. એ ખ્યાલ જો એ જ વખતે હોય તો વિચાર ઉપર વજન ન જાય, નહિતર વિચાર ઉપર વજન જાય અને એ વિચારને એ જ્ઞાન સમજે. કેમકે પહેલાં એ પ્રકારનો વિચાર નહોતો એટલે એ પ્રકારનું શિાન નહોતું. એટલે એ જ્ઞાન નથી, જ્ઞાન તો હજી બાકી છે એવો વિચાર આવે. વિચારમાં સંમત થાય, સમજાય, ખ્યાલ પડે ત્યારે પણ જ્ઞાન બાકી છે એનું જો ભાન હોય તો તો ભૂલ ન કરે. નહિતર જેમ તીવ્ર કષાયમાંથી મંદ કષાયમાં આવતી વખતે