________________
૩૪૯
પત્રાંક-૩૪૮ આ સીધેસીધી બહુ ચોખ્ખી વાત છે.
મુમુક્ષુ :- એક તરફથી એમ કહે કે આ માર્ગ તો સુલભ છે, સરળ છે, સગમ છે. બીજી તરફ કહે, દુરંત છે. સંસારની રચના બધી એવી છે કે અસત્યના આગ્રહની ભાવના કરાવવાવાળી છે.
પૂજ્ય ભાઈશ્રી – બન્નેની પાછળ જે કાંઈ કહેવા ધાર્યું છે એ બરાબર છે. જે અપેક્ષાએ જે વાત કરવામાં આવે છે એ વાત બરાબર છે. જેમકે જીવ અનંત કાળથી સંસારમાં પરિભ્રમણ કરે છે. ઘણો દુઃખી થાય છે. ઘણા દુઃખ ભોગવ્યા, ભોગવતો ભોગવતો કોઈપણ દુખવાળી પરિસ્થિતિ એને નહિ ગમતી હોવા છતાં, એ પોતે સંમત નહિ કરતો હોવા છતાં એ પરિસ્થિતિને મટાડી શકતો નથી. એટલે એ દૃષ્ટિએ એનું દુર્લભપણું તો છે.
પ્રશ્ન - ખરેખર એને દુખ લાગ્યું જ નથી એમ સમજવું ને ?
સમાધાન :- દુખ લાગે છે ક્યારે કે તીવ્ર આકુળતા થાય છે ત્યારે એને દુઃખ લાગે છે. ભૂલ એ મંદ આકુળતામાં કરે છે. તીવ્ર આકુળતા થાય છે, વેદના આદિ થાય છે, કોઈ પ્રતિકૂળ પ્રસંગો થાય છે, પોતાની ઈચ્છા પ્રમાણે બનતું નથી ત્યારે એને તીવ્ર આકુળતા અને દુઃખ થાય છે ત્યારે તો એને લાગે છે કે ગતમાં દુખ જેવું પણ કાંઈ છે. પણ જે મંદ આકુળતા છે અને જે સુખ નથી. ત્યાં જે સુખની ભાંતિ છે. એ ભ્રાંતિને લઈને એવી દશાને એ વારંવાર ઇચ્છે છે અને તીવ્ર આકુળતાવાળી પરિસ્થિતિને ઇચ્છતો નથી. અહીંથી આગળ એ નથી જઈ શકતો.
આકુળતા રહિત કેવળ નિરાકુળતામય જ મારું સ્વરૂપ છે અને એ દશાનો હું પ્રયત્નવાન થાવ. એ દશા માટે હું પુરુષાર્થ કરું, એ એને સૂઝે અને એ પુરુષાર્થમાં આવે, પુરુષાર્થના માર્ગમાં આવે, પુરુષાર્થનો ઉપાય એને મળે ત્યારે તો એને સગમ
છે. એટલે આમાં શું છે કે એક ઢાળ જેવી વાત છે. સુગમ ક્યારે થાય છે ? કે જ્યારે ' એનું વલણ ફરે છે ત્યારે એને ઢાળ મળે છે. ઢાળ મળે છે એટલે અંદરથી સ્વભાવ પણ એને Response આપે છે. કેમકે સ્વભાવ તો શુદ્ધતારૂપે પરિણમવાનો છે. એટલે સ્વભાવની સાનુકૂળતા ઊભી થાય છે અને ત્યારે સુગમ થાય છે. પણ પ્રથમ એને દિશા બદલવી, માર્ગ બદલવો એ વિકટ છે. બદલ્યા પછી બધો રસ્તો એકદમ સુગમ અને સરળ છે, પણ બદલવું એ મુશ્કેલ છે અને જીવ માર્ગ બદલતો નથી. આ એક