________________
૩૪૮
રાજહદય ભાગ-૫ પરિણમે છે (એમ) નહિ અસત્યનો આગ્રહ થાય એવી ભાવના, આગ્રહ અને ભાવના બને શબ્દનો પ્રયોગ કર્યો છે. જીવને અસત્યની પક્કડ થાય અને એને પાછો એ પોતે ભાવે, એ એને ચે, એ એને ગોઠે એવી જ કોઈ પરિસ્થિતિ અને રચના જગતની જોવામાં આવે છે. આવી જે આ ભ્રાંત દશાના કારણરૂપ બહારની પરિસ્થિતિ છે અને કોઈ આવી અંતર-બાહ્ય પરિસ્થિતિને લીધે જીવને સંસારનો અંત આવવો ઘણો કઠિન પડે છે. સંસાર દુરંત છે. અથવા કોઈ કોઈ જીવો ક્યારેક જ સંસારનો અંત કરી શકે છે. બાકી સંસારનો અંત લાવવો એ મુશ્કેલ લાગે છે.
“સોભાગભાઈને એ વાત કરી છે એટલા માટે કે એમને ઉદય થોડો એ પ્રકારનો છે કે જેમાંથી એ મમત્વ તોડી શકતા નથી, મમત્વ મટાડી શકતા નથી, મારાપણાનો ત્યાગ કરી શકતા નથી. આ મારાથી બહાર કો'કમાં થાય છે, કયાંક થાય છે કે જેનો મને સંબંધ નથી. એ પ્રકારની દશામાં લઈ આવવા છે.
સમયસારમાં ૭૫ ગાથાના મથાળામાં એ વાત કરી છે કે જ્ઞાની કઈ રીતે ઓળખાય ? એવો એક પ્રશ્ન કર્યો છે કે જ્ઞાની કઈ રીતે ઓળખાય ? તો એના ઉત્તરરૂપ ગાથા કહે છે. જે કર્મ અને નોકર્મમાં પોતાપણું કરતો નથી માત્ર એને જાણે છે. ભિન્ન રહીને, શાતા રહીને, ભિન્નપણે માત્ર એને જાણનારો રહે છે એવા જેના પરિણામ છે એને અમે જ્ઞાની કહીએ છીએ. ત્યાં તો શું કે કર્તા-કર્મ અધિકાર છે એટલે કર્મ અને નોકર્મના પરિણામને જે કરતો નથી પણ માત્ર જાણે છે. તેને શાની કહીએ છીએ એવી પરિભાષા કરી છે. - હવે કરવાપણું તો ભાવમાં અભેદતા સધાય છે અથવા રાગાદિ ભાવની ભાવના સહિત એ ભાવને એકત્વપરિણામે ભાવવામાં આવે છે. ત્યારે એ કર્મ અને નોકર્મના પરિણામ સાથે કર્તબુદ્ધિએ અભેદભાવ એકમેકપણે તરૂપ થઈને, શેય નિમગ્ન થઈને પરિણમી જાય છે. ત્યાં સુધી એ અજ્ઞાની છે. અને એવા પરિણામ જેના ન થાય, ભલે ઉદય એનો હોય, ઉદય તો શાનીને પૂર્વકર્મનો છે ભલે અજ્ઞાન બાંધેલા પૂર્વ કર્મનો છે, ઉદય તો એનો જ ગણાય. લોકો એમ જ કહે કે એમને આ ઉદય વર્તે છે. એમને અશાતા છે, એમને ફ્લાયું છે, એમને આમ છે, એમને આમ છે. છતાં એ પોતે એનાથી ભિન્ન રહ્યા હોય, જાણનારપણે રહ્યા હોય એમાં પોતાપણું અનુભવ ન કરતા હોય ત્યારે એને જ્ઞાની કહી શકાય. નહિતર એને જ્ઞાની ન કહી શકાય.