________________
પત્રાંક - ૩૪૮
મુંબઈ, ચૈત્ર સુદ ૨, બુધ, ૧૯૪૮ નમસ્કાર પહોંચે.
આ લોકસ્થિતિ જ એવી છે કે તેમાં સત્યનું ભાન કરવું પરમ છે વિકટ છે. રચના બધી અસત્યના આગ્રહની ભાવના કાવવાવાળી છે.
તા. ૮-૧૨-૧૯૮૯, પ્રવચન ન. ૯૯
પત્રક - ૩૪૮ થી ૩૫ર
wwmmmm
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ, પત્રાંક ૩૪૮, પાનું ૩૨૪. “સોભાગભાઈ ઉપરનો પત્રો છે. નમસ્કાર પહોંચે. આ લોકસ્થિતિ જ એવી છે કે તેમાં સત્યનું ભાવન કરવું પરમ વિકટ છે. રચના બધી અસત્યની આગ્રહની ભાવના કરાવવાવાળી છે. માત્ર બે વચનનો પત્ર છે. બંને વચનમાં ભાવનાની પ્રધાનતાથી જે કાંઈ કહેવા ધાર્યું છે એ વ્યક્ત કરે છે. ભાવનાની પ્રધાનતાથી વ્યક્ત કરે છે) કે “આ લોક (ની) સ્થિતિ જ એવી છે કે તેમાં સત્યનું ભાવન કરવું પરમ વિકટ છે. સત્યસ્વરૂપ એવો આત્મા–અસંગ તત્ત્વએવા સ્વરૂપની ભાવના કરવી એ ઘણું વિકટ પડે જીવને એવી લોકની સ્થિતિ છે, જગતની એવી સ્થિતિ છે.
એક તો જીવ અનાદિથી પૂર્વ વિપરીત સંસ્કારથી ગૃહીત છે અને પૂર્વે જે વિપરીત ભાવે કર્મનિબંધન કર્યા છે એના ઉદયમાં અવિપરીત પરિણામે પહોંચવું એ જીવને વિકટ થઈ પડે છે. ફરીથી, એક તો જીવ પોતે મિથ્યાઆગ્રહાદિ વિપર્યાસ ભાવોથી સારી રીતે ગૃહિત છે, પકડાયેલો છે અને એવા જ પરિણામોથી જે કર્મનિબંધન કર્યું