________________
પત્રાંક-૩૪૮
૩૪૭ છે એના એને ઉદય વર્તે છે. એમાંથી તદ્ન વિરુદ્ધ દિશામાં જાવું, અવિપરીત પરિણામે પરિણમવું એ જીવને વિકટ થઈ પડે છે.
બીજા બધા ઉદયમાં તો જીવ સમાધાન કરે પણ (શારીરિક) વેદનાનો ઉદય એવો છે કે એમાં જીવ કેવી રીતે માનસિક સમાધાન કરી શકે? બીજા ઉદયમાં તો જીવ, કાંઈ યુક્તિ, પ્રયુક્તિથી પણ સમાધાન કરે. વેદના તો એવી ચીજ છે કે જે ઉદયમાં આબે મુખ્યપણે વેદાય જ. હું આત્મા છું અને શરીર નથી, હું આત્મા છું, જ્ઞાનમય સત્તાધારી આત્મા છું ઉપયોગ સ્વભાવી આત્મા છું અને મારી જ્ઞાનવેદના જ મારે વૈદવા યોગ્ય છે. નિર્વિકલ્પ જ્ઞાનવેદના એ જ મારા વેદનનો વિષય છે, આ સિવાય આથી આગળ હું જઈ શકતો નથી. એ પરિસ્થિતિમાં આવવાનું વિકટ પડે છે. એવી જ કોઈ પરિસ્થિતિ છે. - લોકની સ્થિતિ જ એવી છે. શરીરના સંયોગથી માંડીને તમામ પ્રકારના ઉદયમાં જીવને જે મારાપણું થઈ રહ્યું છે, જે અજ્ઞાન અને દર્શનમોહને લઈને પોતાના પરિણામ પણ મમત્વભાવે જ વર્તે છે એની નિવૃત્તિ થયા વિના એ જ પ્રવૃત્તિમાં કોઈ રીતે જ્ઞાનદશા અને સુખ-શાંતિ પ્રગટ થઈ શકે નહિ, ઉત્પન્ન થઈ શકે નહિ. એવી જ કોઈ લોકની સ્થિતિ છે.
જગતમાં પણ કોઈ પ્રસંગ બને એટલે કાર્ય-કારણ એવી રીતે જ જોવાય છે કે કોના કારણથી કોને લાભ થયો અને કોના બીજાના કારણથી કોને નુકસાન થયું ? એવી જ રીતે સંયોગી દૃષ્ટિથી કાર્યોને જોવામાં આવે છે અને જગત આખું એવી માન્યતામાં છે કે એક પદાર્થ બીજા પદાર્થના કાર્યની અંદર કારણ થઈને જ કાર્ય થાય છે, એ વગર કાર્ય થતું નથી. ત્યાં પરમ સત્ય છે ભિન્ન-ભિન્ન પદાર્થોની ભિન્નતા ભાવવી, જોવી એકલું ન લીધું, અવલોકન કરવું એટલું નથી લીધું, જોવે અને એનું ભાન થાય, એની રૂચિ એની ભાવના સહિત એ રીતે ભિન્નપણું થાય એ ઘણું વિકટ છે
જગતના જીવો જે આવા વસ્તુસ્વરૂપથી અજાણ્યા છે, સત્ય સ્વરૂપથી અજાણ્યા છે એને તો ભાવનાનો અવકાશ નથી, પણ એક ક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી પણ જીવને પ્રતીતિ થાય છે કે આ કામ વિકટ પડે છે, કામ સહેલું નથી, કામ જરા અઘરું પડે છે અને રચના પણ બધી એવી જ છે. એમાં પણ ભાવના લીધી છે કે અસત્યપણે