________________
પદ્મક—૩૪૭
૩૪૫
નિબંધન, જરૂર કોઈ અપરાધ કર્યો છે કે ઇચ્છીએ છીએ કે તમે અમારા એક વિશ્વમમૂર્તિ છો પણ તમારો સમાગમ નથી. પેલાને તો એ પરમાત્મા જ છે. સોભાગભાઈ’ને તો ‘શ્રીમદ્’ પોતે પરમાત્માની જગ્યાએ છે. સમાગમ થતો નથી. એ પૂર્વ નિબંધનનો કોઈ મોટો પ્રબંધ ઉદ્દયમાં હોવાનુ સંભાવ્ય કારણ છે.'
શ્વાન સંબંધી પ્રશ્નોનો ઉત્તર લખાવવાની આપની જિજ્ઞાસા પ્રમાણે કરવામાં પ્રતિબંધ કરનારી એક ચિત્તસ્થિતિ થઈ છે;...' પૂરો કરી લઈએ, સમય તો થઈ ગયો છે. જ્ઞાન સંબંધી પ્રશ્નોનો ઉત્તર લખવાની આપની જે જિજ્ઞાસા છે તે પ્રમાણે કરવામાં આડું આવે છે કોણ ? કે અમારી ચિત્તની સ્થિતિ એવી થઈ ગઈ છે કે કોઈ વિસ્તારથી તમને શાનના પ્રશ્નનો ઉત્તર, સત્સંગના પ્રશ્નોનો ઉત્તર પણ લખી શકતા નથી. જેથી હાલ તો તે વિષે ક્ષમા આપવા યોગ્ય છે.' અમારી નિર્દોષતા છે એટલે એ વિષયમાં ક્ષમા આપવા યોગ્ય છે.
આપની લખેલી વ્યાવહારિક કેટલીક વાર્તાઓ અમને જાણવામાં છે, તેના જેવી હતી. તેમાં કોઈ ઉત્તર લખવા જેવી પણ હતી. તથાપિ મન તેમ નહીં પ્રવૃત્તિ કરી શક્યાથી...' મનની પ્રવૃત્તિ તેમ નહીં કરી શકવાથી. ક્ષમા આપવા યોગ્ય છે.' એમાં પણ અમને ક્ષમા આપજો કે તમને કોઈ પ્રકારે સંતોષ આપી શકીએ તેવા ઉત્તર લખવામાં અમારું મન કામ કરતું નથી, નિવૃત્ત થઈ જાય છે, નીરસ થઈ જાય છે અને લખાણ થતું નથી. એટલે બીજો કોઈ હેતુ નથી. ક્ષમા આપજો.
મુમુક્ષુ ઃ- અંતર દશાનું જોર છે.
પૂજ્ય ભાઈશ્રી :
ઘણું જોર છે, ઘણું જોર છે. અહીં સુધી રાખીએ.