________________
૩૪૩
પત્રાંક-૩૪૭ જે મન અમારું ક્રોધ, માન, માયા, લોભમાં પ્રતિબંધ પામતું નથી, દેહની સાથે બંધાતું નથી, ઘર-કુટુંબની સાથે બંધાતું નથી તો પણ અમને એમ લાગે છે, અમારા મન માટે પણ, કે સત્સંગને વિષે એને બાંધલું રાખવું આ વિવેક કર્યો છે ! આવી વાત એ સોભાગભાઈને લખે છે એટલા માટે એને વિશ્રામમૂર્તિ કીધા છે.
મુમુક્ષુ :- આવી વાત ક્યાંય લખતા નથી.
પૂજ્ય ભાઈશ્રી :- ક્યાંય લખતા નથી. સત્સંગને પોતે પોતાને માટે કેટલો જરૂરી ગયો છે. જે દશામાં પોતે વર્તે છે એવી જ્ઞાનદશાની અંદર પણ એમણે પોતે સત્સંગને ઇડ્યો છે કે અમારા મનને અમે ત્યાં બાંધીએ.
“તે મનને પણ સત્સંગને વિષે બંધન રાખવું.” બાંધેલું રાખવું બહુ બહુ રહ્યા કરે છે. એમ અમને રહ્યા કરે છે કે મનને સત્સંગમાં રાખવું. એટલે શું છે કે આ આ ઉદયને અમે પસંદ નથી કરતા. દુકાન, ધંધો, વેપાર, કુટુંબ, પરિવાર એ ઉદય અમે પસંદ નથી કરતા. ઉદયમાં હો તો અમને સત્સંગ હો. બહારમાં ઉદયમાં સત્સંગનો હો, અંદરમાં અમારું પરિણમન આત્માને ભજો.
મુમુક્ષુ - સત્સંગની વારંવાર એટલી વાત કરે છે તો એમના હૃદયમાં જે ઉછાળા આવતા હશે, જે ધ્યાનના અને અનુભવના, એ વખતે એમ કોઈ પાત્ર જીવ હોય તો
પૂજ્ય ભાઈશ્રી :- પાત્ર જીવ આ એક જ હતા એટલે એને હૃદય મન ખોલીને લખે છે. મન ખોલીને લખે છે.
મુમુક્ષુ :- ગણધર હોય ત્યારે ભગવાનની વાણી સાંભળે છે. ” પૂજ્ય ભાઈશ્રી :- સાંભળે છે. મુમુક્ષુ :- એવો કોઈ પ્રકાર હશે... પૂજ્ય ભાઈશ્રી :- એ કુદરતી છે ને ! કે જે પોતાના આત્માને ઇચ્છે છે, વીતરાગ સ્વરૂપ એવો પોતાનો આત્મા એ સ્વભાવમાં જે રહેવા માગે છે છતાં જે સ્વભાવમાં રહી શકતા નથી અને ઉપયોગ બહાર પ્રવર્તે છે તો એ બહાર એ જ જુએ છે કે આવા મારા સ્વભાવને અનુકૂળ કોણ છે ? તો એને સ્વભાવને અનુકૂળ સત્સંગ સિવાય બીજું કોઈ દેખાતું નથી. મારા સ્વભાવને અનુકૂળ થાય એવું કોણ છે ? કે જે ફરી ફરીને મારા સ્વભાવમાં રહેવા પ્રત્યે મને અનુકૂળ કરે ? અનુકૂળ થાય ? તો એ સત્સંગ