________________
૩૪૪
ચજહૃદય ભાગ-૫
જ છે, બીજું કોઈ નથી. - “સોગાનીજી' એક વખત ચર્ચામાં કહેતા કે, “કલકત્તામાં અને “સોનગઢમાં આ ફરક છે. ત્યાં તો બહુ કંટાળો આવે છે, એમ કહેતા. “કલકત્તામાં તો એટલો બધો કંટાળો આવે છે કે વાત મૂકી દ્યો. અહીંયાં તો અંદરમાં બેસીએ છીએ તોપણ ધ્રુવ ત્રિકાળી આત્મા છે. એ તો ધ્રુવ શબ્દ વાપરતા. અહીં તો અંદરમાં પણ ધ્રુવ છે અને બહાર જાઈએ છીએ તો “ગુરુદેવ' પણ જ્ઞાયક... જ્ઞાયક... જ્ઞાયક... જ્ઞાયક... એકલો પરમાત્મા જ સંભળાવે છે. અહીંયાં તો અંદર પણ એક જ વિષય છે અને બહાર પણ એક જ વિષય છે. કલકત્તામાં આવું નથી. એટલે પોતે ભાવના જે ભાવી છે પત્રોની અંદર “સોનગઢ' આવવાની, રહેવાની એનું કારણ એ છે કે બહારમાં પણ એ પોતે જ એ ઈચ્છે છે. જ્ઞાની પણ એ જ ઇચ્છે છે, બીજું નથી ઇચ્છતા.
મુમુક્ષુ – દુષમકાળમાં ચર્ચા હોય તો એ કલ્પવૃક્ષ સમાન છે. પૂજ્ય ભાઈશ્રી :- હા, ખરી વાત છે.
મુમુક્ષુ - જીવને એ કિમત નથી. શ્રીમદ્જી' ના વચન- ઉપરથી આ વાત નીકળી છે.
પૂજ્ય ભાઈશ્રી - ખરી વાત છે, બરાબર છે.
એમ “રહ્યા કરે છે, તેમ છતાં અમે અને તમે હાલ પ્રત્યક્ષપણે તો વિયોગમાં સહ્યા કરીએ છીએ. આવી ભાવના હોવા છતાં તમે અને અમે બંને વિયોગમાં રહ્યા છીએ). તમે “સાયલામાં અને અમે મુંબઈમાં. આ રીતે વિયોગમાં રહ્યા કરીએ છીએ.
એ પણ પૂર્વ નિબંધનનો કોઈ મોટો પ્રબંધ ઉદયમાં હોવાનું સંભાવ્ય કારણ છે.' સંભવિત કારણ એક છે કે કોઈ પૂર્વકર્મનો ઉદય આપણી વચ્ચેનો એવો છે, એવું પૂર્વે કોઈ તમે અને અમે કર્મ નિબંધન કર્યું છે કે એકબીજાનો સમાગમ ઇચ્છતા હોવા છતાં સાથે રહી શકતા નથી.
મુમુક્ષુ - અંતરાય કર્મ છે.
પૂજ્ય ભાઈશ્રી - અંતરાય કર્મ છે. જુઓ ! આવી સ્થિતિમાં પણ અંતરાય કર્મ છે. એ તો માણસ અંતરાય કર્મ બાંધે છે ત્યારે એને ખબર નથી પડતી કે જાણેઅજાયે આપણે ક્યાં અંતરાય નાખીએ છીએ ? કેવી રીતે અંતરાય નાખીએ છીએ ? અને કેવી અંતરાય પડે ? આ જ્ઞાનદશામાં એનો અફસોસ થાય છે. એવું કોઈ પૂર્વે