________________
૩૪૨
ચજય ભાગ-૫ વિશ્રાંતિનું કોઈ કારણ હોય તો તે સત્સંગ છે. તે કર્તવ્યરૂપ શ્રી સત્સંગ છે. એ સત્સંગ કરવા યોગ્ય છે. ૩૪૫ માં જે વ્યક્તિગત લખ્યું છે એ વાત પાછી અહીંયાં દોહરાવવી છે.
તે તો સર્વકાળને વિષે પ્રાપ્ત થવો દુર્લભ છે. એ તો ચોથા કાળમાં પણ દુર્લભ છે તો આ પંચમ કાળમાં તો, આ કાળમાં તો પ્રાપ્ત થવો ઘણો ઘણો દુર્લભ હોય એમાં કાંઈ આશ્ચર્યકારક નથી. આ કાળમાં તો સત્સંગ ભાગ્યે જ મળે. તો સત્સંગ મળે છતાં સત્સંગની ઉપેક્ષા કરે એ પરિસ્થિતિ કેવી વિચિત્ર ગણવી જોઈએ ? એક તો ચીજ મળે એવી નથી. મળે એવી નથી છતાં જો મળતી હોય તો એને ઉપેક્ષિત કરે, એને ગુમાવે એ વાત તો બુદ્ધિનો આંક મુકાઈ જાય એવી છે. તે આ કાળમાં પ્રાપ્ત થવો ઘણો ઘણો દુર્લભ હોય એમાં કાંઈ આશ્ચર્યકારક નથી.'
“અમે કે જેનું મન પ્રાયે ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી તિથી, અરતિથી, ભયથી, શોકથી. જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયોથી અપ્રતિબંધ જેવું છે.” અમારું મન કેવું છે કે આ પ્રકારના વિભાવભાવોની સાથે અમે જોડાતા નથી. ભિન્ન પડી ગયા છીએ અંદરમાં, એનાથી જુદાં વર્તીએ છીએ. ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, જ્ઞાનદશામાં આવા પરિણામ ચારિત્રમોહના થાય છે પણ જ્ઞાની એનાથી વિરક્ત છે, ભિન્ન પડેલા છે. એટલે એમ કહે છે કે અમારું મન પ્રાયે તેનાથી અપ્રતિબંધ જેવું છે. પ્રાયે અપ્રતિબંધ જેવું છે એટલે એનાથી અમે ભિન્ન પડેલા છીએ. જે થાય છે તે ઉપરછલ્લા ચારિત્રમોહના થાય છે. એમાં અમે વિરક્ત છીએ. જુદાં પડી ગયેલા છીએ, એની સાથે અમારું બંધન નથી. જોડાય તો બંધન થાય), ભિન્ન રહે તો બંધન નથી. એ તો પ્રતિબંધ નથી અમને. અપ્રતિબંધ જેવું છે.
કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે. આ બધો સંયોગ છે. પેલા બધા પરિણામ છે અને આ બધો સંયોગ છે. કુટુંબનો, ધનનો, પુત્રનો, પૈસા વગેરેનો. વૈભવીને અવતરણ ચિહ્ન મૂક્યું છે. જે કાંઈ સંયોગ છે એ અને સ્ત્રીથી, દેહથી મુક્ત, શરીરથી પણ મુક્ત જેવું છે. બીજા બધા તો દૂર રહેલા પદાર્થો છે પણ દેહથી પણ અમારું જે ચિત્ત છે એ મુક્ત જેવું છે. અમારું પરિણમન.
તે મનને પણ.એવા અમારા મનને પણ આ સ્થિતિમાં જે અમારું મન છે એને પણ “સત્સંગને વિષે બંધન રાખવું બહુ બહુ રહ્યા કરે છે. અમને એમ લાગે છે કે અમારે પણ સત્સંગમાં રહેવું જોઈએ. તમારે તો રહેવું એમાં શી વાત છે ?