________________
પત્રાંક-૩૪૭
૩૪૧ તો એ વાત અમને કોઈ લખવી સૂઝતી નથી અત્યારે અને એ બાબતમાં તમને કાંઈ નથી લખાતું તો એ પણ તમે ક્ષમા આપો એ જ એ બાબતની અંદર યોગ્ય છે.
“હાલ અત્ર અને વ્યાવહારિક કામ તો પ્રમાણમાં ઘણું કરીએ છીએ.... એટલે ઘણો સમય વ્યવસાયની અંદર જાય છે. એટલે કામ તો કરીએ છીએ. તેમાં મન પણ પૂરી રીતે દઈએ છીએ.' એટલે ઉપયોગ લાગે છે કે આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ. પોતે કામની વ્યવસ્થા સંભાળે છે. મન પણ પૂરી રીતે દઈએ છીએ. તથાપિ તે મન વ્યવહારમાં ચોંટતું નથી. નીરસ પરિણામ રહે છે. રસ આવે છે અને ઉપયોગ દઈએ છીએ એમ નહીં. વ્યવસ્થાનો વિકલ્પ જોઈને ઉપયોગ દેવો પડે છે. વ્યવસ્થા-અવ્યવસ્થાનો વિચાર જોઈને પણ મન લાગતું નથી એમાં. કમને કાર્યો કરીએ છીએ. મન વ્યવહારમાં ચોંટતું નથી. પોતાને વિષે જ રહે છે. મન તો આત્માને વિશે જ રહે છે. અને એવી પરિસ્થિતિમાં એટલે એ પરિસ્થિતિ હોવાથી વ્યવહાર બહ બોજારૂપે રહે છે. એટલે જેટલો કાંઈ ઉપયોગ દેવો પડે છે એમાં બોજો ઘણો લાગે છે. સામાન્ય માણસને તો રસ હોય છે અને રસને લઈને બોજો ઘણો વધી જાય છે તોપણ હોંશ અને ઉત્સાહને લઈને એને એ બોજો દેખાતો નથી. જ્ઞાનીને અલ્પ રસ છે તોપણ બોજો ઘણો લાગે છે. ઉપાધિ ઓછી કરે છે તોપણ બોજો ઘણો લાગે છે. એટલે નાનો દોષ પણ એને મોટો દેખાય છે. એવું છે. અને એટલું જ્ઞાન નિર્મળ થયું છે. એટલું જ્ઞાન પણ ચોખ્ખું થયું છે કે દોષના થોડા પણ ભાગને એ સ્વચ્છપણે સ્પષ્ટપણે જોઈ શકે છે, અને એનાથી તરી શકે છે, એનાથી જૂદાં પડવાના પુરુષાર્થમાં પોતે વર્તી શકે છે. પણ એ બોજો લાગે છે એ બોજો લાગે જ છે.
આખો લોક ત્રણે કાળને વિષે દુખે કરીને પીડાતો માનવામાં આવ્યો છે.' “આખો લોક ત્રણેકાળને વિષે દુખે કરીને પીડાતો માનવામાં આવ્યો છે;” અથવા એ પરિસ્થિતિ વાસ્તવિક છે કે ત્રણે કાળને વિષે આખું જગત દુઃખમાં જ છે, કોઈ કાળમાં જગત સુખમાં નથી. બધા ઉપાધિ અને દુઃખની અંદર વર્તી રહ્યા છે. અને તેમાં પણ આ વર્તે છે, તે તો મહા દુષમકાળ છે. એટલે અત્યારે તો લોકો ઘણા દુઃખી છે. અત્યારે તો તીવ્ર રાગ-દ્વેષવાળા હોવાને લીધે લોકો ઘણા દુઃખી છે.
અને સર્વ પ્રકારે વિશ્રાંતિનું કારણ એવો જે કર્તવ્યરૂપ શ્રી સત્સંગ'...” વિશ્રાંતિનું કારણ એક પ્રકારે ન લીધું. સર્વ પ્રકારે વિશ્રાંતિનું કારણ. મુમુક્ષુ જીવને સર્વ પ્રકારે