________________
પત્રક-૩૪૭
૩૩૯
એવું દેખાય છે અને જે કર્મો ભોગવતા ઘણો સમય લાગે તે કર્મ થોડા સમયમાં ભોગવી લઈએ એટલે એમાંથી પસાર થઈ જઈએ, એને નિર્જરાવી નાખીએ. ભોગવી લઈએ એટલે નવો બંધ થાય એમ નહિ, એની નિર્જરા થઈ જાય એવો યોગ વિશેષપણે વર્તે છે. અને એ સ્પષ્ટ છે કે એમણે એક ભવની અંદર ઘણું કામ કર્યું છે. એક ભવની અંદર ઘણું કામ કર્યું છે એટલે પછી તો એમને વચ્ચે એક દેવલોકનો ભવ છે. પછી તો ચરમશરીરી થઈને સિદ્ધાલયમાં બિરાજમાન થશે.
પ્રશ્ન :- ભોગવી લઈએ એટલે ? સમાધાન - ભોગવી લઈએ એટલે વિષમભાવથી નહિ સમભાવથી. પ્રશ્ન :- સમભાવથી ભોગવી લઈએ તો ?
સમાધાન - સમભાવથી એટલે રાગ-દ્વેષમાં ખેંચાયા વિના. તો નિર્જી થાય. પોતાને રાગ-દ્વેષ થઈ આવે, ઉદય પ્રસંગ આવે અને રાગ-દ્વેષ તીવ્ર થઈ આવે તો નવું બંધન વિશેષ થાય છે. જૂની નિર્જરા થાય છે પણ એ નિર્જરાનો પ્રસંગ નથી ગણાતો, એ બંધનનો પ્રસંગ ગણાય છે. અને જે ઉદયમાં બંધન અલ્પ થાય, નહિવતુ થાય એને નિર્જરાનો પ્રસંગ ગણવામાં આવે છે. નિર્જરા તો બન્ને વખતે થાય જ છે પણ એકને બંધ ગણાય છે, એકને નિર્જરા ગણાય છે. એમ કહેવામાં જુદી જુદી કથની ઊભી થાય છે.
એટલે અમે જાણીએ છીએ કે ઘણા કાળે જે પરિણામ પ્રાપ્ત થવાનું છે. એટલે ઘણા કાળે જેની નિર્જરા થાય છે તેથી થોડા કાળે પ્રાપ્ત થવા માટે, અલ્ય કાળમાં એ બધી નિર્જરા થાય તે માટે ઉપાધિયોગ વિશેષપણે વર્તે છે. ઉપાધિનો પ્રસંગ અથવા ઉદયનો પ્રસંગ તીવ્રપણે ઉદયમાં આવેલો જોવામાં આવે છે. એ તીવ્રતાએ આવ્યો એનો ખ્યાલ છે. અમારે તીવ્રતા, મંદતા બધું સરખું છે. અમે તો સમાધિભાવમાં વર્તીએ છીએ એટલે ભિન્નપણે વર્તીએ છીએ.
તમારા ઘણાં પત્ર-પત્તાં અમને પહોંચ્યા છે.” એ તો લગભગ રોજ લખી નાખતા. સોભાગભાઈનો જીવ જ ત્યાં ચોટેલો હતો. “સોભાગભાઈનો જીવ “શ્રીમદ્જીમાં લાગેલો હતો. એટલે એને એ વિસ્મૃત નહોતા કરી શકતા એમ કહીએ તો ચાલે. સમાગમમાં રહી શકતા નહોતા અને તેથી શું કરે ? કે કાગળ લખવા બેસી જાય. અને કાગળ લખવા બેસી જાય એમાં બધી પોતાની વાતો લખવા માંડે. આમ થાય