________________
પત્રાંક-૪૭
૩૩૭
ક છેઅને તેમાં પણ આ વર્તે છે, તે તો મહા દુષમકાળ છે અને તે
સર્વ પ્રકારે વિશ્રાંતિનું કારણ એવો જે કર્તવ્યરૂપ શ્રી સત્સંગ' તે તો આ સર્વ કાળને વિષે પ્રાપ્ત થવો દુર્લભ છે. તે આ કાળમાં પ્રાપ્ત થયો તે ઘણો ઘણો દુર્લભ હોય એમાં કંઈ આશ્ચર્યકારક નથી.
અમે કે જેનું મન પ્રાયે ક્રોધથી, માનથી, માયાથી, લોભથી હાસ્યથી, 'રતિથી, અરતિથી, ભયથી, શોકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયોથી 2 અપ્રતિબંધ જેવું છેકબથી, ધનથી, પુત્રથી, વૈભવથી, સ્ત્રીથી કે
દેહથી મુક્ત જેવું છે; તે મનને પણ સત્સંગને વિષે બંધન રાખવું છે. બહુ બહુ રહ્યા કરે છે, તેમ છતાં અમે અને તમે હાલ પ્રત્યક્ષપણે ન તો વિયોગમાં રહ્યા કરીએ છીએ. એ પણ પૂર્વ નિબંધનનો કોઈ મોટો રે પ્રબંધ ઉદયમાં હોવાનું સંભાવ્ય કારણ છે.
જ્ઞાન સંબંધી પ્રશ્નોનો ઉત્તર લખાવવાની આપની જિજ્ઞાસા પ્રમાણે તે કરવામાં પ્રતિબંધ કરનારી એક ચિત્તસ્થિતિ થઈ છે; જેથી હાલ તો છે છે તે વિષે ક્ષમા આપવા યોગ્ય છે.
આપની લખેલી વ્યાવહારિક કેટલીક વાતો અમને જાણવામાં ? છે. તેના જેવી હતી. તેમાં કોઈ ઉત્તર લખવા જેવી પણ હતી. તથાપિ ક તો મન તેમ નહીં પ્રવૃત્તિ કરી શકચાથી ક્ષમા આપવા યોગ્ય છે.