________________
૩૩૮
રાજહૃદય ભાગ-૫ ૩૪૭ એ “સોભાગભાઈ ઉપર વિસ્તારથી લખેલો પત્ર છે. આત્મસ્વરૂપે હૃદયરૂપ વિશ્રામમૂર્તિ શ્રી સુભાગ્ય પ્રત્યે પોતાને આત્મીયતા ઘણી છે એ વાત સ્પષ્ટ કરે છે. હૃદયરૂપ અને આત્મસ્વરૂપે એમ લખ્યું છે. ઘણી આત્મીયતા પોતાને ભાવમાં છે. વિશ્રામમૂર્તિ એટલે પોતાને વિશ્રામનું ઠેકાણું છે. જે ઉદયથી પોતે કંટાળેલા છે, જે કાર્યોથી પોતે કંટાળેલા છે એમાં કાંઈક વિસામાનું સ્થાન હોય, વાત કરવાનું કોઈ ઠેકાણું હોય તો “શ્રી સોભાગભાઈ છે. એટલો બધો એમના પ્રત્યે ભાવ બતાવે છે.
વિનયયુક્ત એવા અમારા પ્રણામ પહોંચે.” ઘણા વિનયથી મારા વિશ્રામને તમે ઠેકાણું હોવાથી તમારા પ્રત્યે આદર છે, તમારા પ્રત્યે માન છે અમને. વિનયયુક્ત એટલે તમારા પ્રત્યે અમને માન છે. આવા દુષમકાળમાં જ્ઞાનદશાને પામી શકે એવી હદે પહોંચેલા આત્માર્થી છો એટલે અમને તમારા માટે માન થાય છે..
મુમુક્ષુ :- કેટલું માન રાખ્યું છે ! હૃદયરૂપ, વિશ્રામમૂર્તિ.
પૂજ્ય ભાઈશ્રી - એ આમ જોઈને. કારણ આ છે કે આ કાળમાં કોઈ ભાગ્યે જ જ્ઞાની થાય. એવા કાળમાં તમે જ્ઞાની થવા યોગ્ય સ્થિતિમાં તમારી આત્માર્થતા જોઈને તમારા પ્રત્યે માન થાય છે. આત્માર્થીતા ઘણી છે.
અત્ર ઘણું કરીને આત્મદશાએ સહજસમાધિ વર્તે છે. બાહ્ય ઉપાધિનો જોગ વિશેષપણે ઉદયપ્રાપ્ત થવાથી તે પ્રકારે વર્તવામાં પણ સ્વસ્થ રહેવું પડે છે. બહુ જાગૃત રહેવું પડે છે. સ્વસ્થ એટલે જાગૃત રહેવું પડે છે. આત્મશાએ સહજ સમાધિ વર્તે છે. ઘણું કરીને એટલે મુખ્યપણે. મુખ્યપણે તો અમારી દશામાં આત્માને અનુરૂપ દશા છે, આત્માને અનુસરતી દશા છે, સહજ સમાધિભાવે વર્તે જવાય છે. પણ ઉપાધિનો યોગ ઘણો જોરદાર હોવાથી તે પ્રકારે વર્તવામાં પણ જાગૃત રહેવું પડે છે, સ્વસ્થ રહેવું પડે છે. સ્વ-સ્થ પોતામાં જાગૃત રહેવું પડે છે. એ બધા કાર્યો કરતાં બહુ જાગૃત રહેવું પડે છે. આખાને આખા એમાં અમે ઓરાઈ જઈએ, ઊલઝીને પડીએ એવું નથી. પણ એની અંદર જેટલું પ્રવર્તવું પડે છે એમાં પણ જાગૃતિ અને પુરુષાર્થ સાથે છે. નહિતર દશાની અંદર નુકસાન થાય એવો ઉદયનો પ્રકાર જોરદાર છે.
જાણીએ છીએ કે ઘણા કાળે જે પરિણામ પ્રાપ્ત થવાનું છે તે તેથી થોડા કાળે પ્રાપ્ત થવા માટે તે ઉપાધિ જોગ વિશેષપણે વર્તે છે. એટલે એકદમ નિર્જરા થવા માટે કર્મના ઉદય સ્થિતિ ટુંકાવીને જાણે ઉદયમાં ઉદીરણા થઈને આવી જતા હોય