________________
૩૩૬
રાજહૃદય ભાગ-૫
પત્રાંક ૩૪૭ મુંબઈ, ફાગણ વદ ૦)), સોમ, ૧૯૪૮
આત્મસ્વરૂપે હૃદયરૂપ વિશ્રામમૂર્તિ શ્રી સુભાગ્ય પ્રત્યે, વિનયયુક્ત એવા અમારા પ્રણામ પહોંચે.
અત્ર ઘણું કરીને આત્મદશાએ સહજસમાધિ વર્તે છે. બાહ્ય ઉપાધિનો જોગ વિસેષપણે ઉદયપ્રાપ્ત થવાથી તે પ્રકારે વર્તવામાં પણ સ્વસ્થ રહેવું પડે છે.
જાણીએ છીએ કે ઘણા કાળે જે પરિણામ પ્રાપ્ત થવાનું છે તે તેથી થોડા કાળે પ્રાપ્ત થવા માટે તે ઉપાધિ જોગ વિશેષપણે વર્તે છે.
તમાર્ગ ઘણાં પત્ર-પત્તાં અમને પહોંચ્યાં છે. તેમાં લખેલ જ્ઞાન સંબંધી વાર્તા ઘણું કરીને અમે વાંચી છે. તે સર્વ પ્રશ્નોનો ઘણું કરી ઉત્તર લખવામાં આવ્યો નથી, તેને માટે ક્ષમા આપવી યોગ્ય છે.
તે પત્રોમાં કોઈ કોઈ વ્યાવહારિક વાર્તા પણ પ્રસંગે લખેલી છે, જે અમે ચિત્તપૂર્વક વાંચી શકીએ તેમ બનવું વિકટ છે. તેમ તે વાર્તા સંબંધી પ્રત્યુત્તર લખવા જેવું સૂઝતું નથી. એટલે તે માટે પણ ક્ષમા આપવા યોગ્ય છે.
હાલ અત્ર અમે વ્યાવહારિક કામ તો પ્રમાણમાં ઘણું કરીએ છીએ, તેમાં મન પણ પૂરી રીતે દઈએ છીએ; તથાપિ તે મન વ્યવહારમાં ચોંટતું નથી, પોતાને વિષે જ રહે છે, એટલે વ્યવહાર બહુ બોજારૂપે રહે છે.
આખો લોક ત્રણે કાળને વિષે દુ:ખે કરીને પીડાતો માનવામાં આવ્યો