________________
૩૩૪
રાજહૃદય ભાગ-૫ ક્યારેય નથી કહેવું. એનો અર્થ જ એ છે કે તમે સાથે મળીને આ વિષયનો વિચાર કરો અને પોતાનું મમત્વ તીવ્ર જે થઈ રહ્યું હોય, વધી રહ્યું હોય એમાંથી સંકોચ થાય, એમાંથી ઓછાપણું થાય, તમારો ભાવ એનાથી નિવૃત્ત થાય, નિવૃત્ત થવા માટે નીરસતા આવે, એ ભાવનાથી સત્સંગ અરસપરસ કરવા યોગ્ય છે. એ ૩૪પ પત્ર પૂરો) થયો.
પત્રક - ૩૪૬
મુંબઈ, ફાગણ વદ ૧૪, રવિ, ૧૯૪૮ બધા પ્રશ્નોના ઉત્તર મુલતવવાની ઇચ્છા છે. પૂર્વકર્મ તરત નિવૃત્ત થાય એમ કરીએ છીએ. કૃપાભાવ રાખજો ને પ્રણામ માનજો.
૩૪૬. ત્યાર પછીનો રવિવાર આવી ગયો. ગુરુવારના પત્રમાં એમ લખ્યું છે કે તમને હવે પછી લખીશું. એમ કહ્યું ને ? રવિવારે તમારા પત્રનો ઉત્તર આપશું. ૩૪૧માં કહ્યું કે રવિવારના પત્રમાં તમને જવાબ દેશું. પણ રવિવારનો પત્ર તો ત્રણ લીટી જુદી જુદી લખી છે, કાંઈ લખ્યું નથી. ૩૪૧ ફાગણ વદ ૪નો છે. ત્યાર પછી તો રવિવાર આવી ગયો છે ફાગણ વદ સાતમે, એમાં પણ ત્રણ લીટી છે. ત્યાર પછીનો આ તો બીજો રવિવાર છે. ક્યાંય એમને વિસ્તારથી કોઈ વાતનો જવાબ નથી આપ્યો. - શ્રી સોભાગભાઈ બધા પ્રશ્નનો ઉત્તર મુલતવવાની ઇચ્છા છે. તમારા પ્રશ્નો તો ઘણા ભેગા થયા છે પણ એ બધાને અત્યારે મુલતવી રાખીએ, અમુક ટઇમ પછી એનો જવાબ આપીએ એવી ઇચ્છા છે. તમને ઉત્તર આપવાની ઇચ્છા નથી. લ્યો, ઠીક !
પૂર્વકર્મ તરત નિવૃત્ત થાય એમ કરીએ છીએ. પૂર્વકર્મની નિર્જરા ઝડપથી થાય