________________
૩૩૨
રાજહૃદય ભાગ-૫
-
પત્રાંક
૩૪૫
મુંબઈ, ફાગણ વદ ૧૧, ગુરુ, ૧૯૪૮ કોઈ પણ પ્રકારે સત્સંગનો જોગ બને તો તે કર્યાં રહેવું, એ કર્તવ્ય છે, અને જે પ્રકારે જીવને મારાપણું વિશેષ થયા કરતું હોય અથવા વધ્યા કરતું હોય તે પ્રકારથી જેમ બને તેમ સંકોચાતું રહેવું એ સત્સંગમાં પણ ફળ આપનાર ભાવના છે.
૩૪૫ મો છે એનું નામ નથી મૂક્યું સંકલનકર્તાએ. ૩૪૫ ‘સોભાગભાઈ’ ઉ૫૨નો છે. મારામાં નથી લખાયું. બુધવારે પણ લખ્યો અને ગુરુવારે પણ પત્ર લખ્યો છે એમ થયું. નામ નથી, ૩૪૫ માં વચ્ચે નામ નથી. કોઈ પણ પ્રકારે સત્સંગનો જોગ બને તો તે કર્યાં રહેવું, એ કર્તવ્ય છે.' કોઈ બીજાને જ લખેલો છે. કોઈપણ પ્રકારે સત્સંગનો જોગ બને તો તે કર્યાં રહેવું, એ કર્તવ્ય છે.' જુઓ ! ફ્લાણું તમે શાસ્ત્ર વાંચજો એ જાતની લાઇનદોરી નથી આપતા. મુમુક્ષુને મુખ્યપણે સત્સંગમાં રહેવા માટે પોતે આજ્ઞા કરે છે. આ એક એમની માર્ગદર્શનની જે પદ્ધતિ છે એ ધ્યાન ખેંચે એવી છે કે બને ત્યાં સુધી તમે સત્સંગ કરો, અરસપરસ સત્સંગમાં રહો, સત્સંગ ન મળે તો તમે ગોતો. મુમુક્ષુ મુમુક્ષુ વચ્ચેનો સત્સંગ. આ એક સત્પુરુષની આજ્ઞા છે. મુમુક્ષુ :- મુનિરાજ કહે છે એકલો ન રહી શકે તો લગ્ન કરી લેજે પણ કુસંગ નહિ કરતો. પૂજ્ય ભાઈશ્રી = કુસંગ તો કરીશ નહિ, કુસંગ કરીશ નહિ અને સત્સંગમાં રહેજે એ વાત સ્પષ્ટ છે. “ગુરુદેવશ્રીએ પણ શાસ્ત્ર સ્વાધ્યાય જે દરેક મંડળોમાં થાય છે તેને સંમત કર્યો છે એનું કારણ આ છે. એ ચર્ચા ચાલી હતી કે એમાં સત્સંગનો હેતુ છે. અરસપરસ એક ભાવનાના, એક વિચારવાળા જીવો મળે, એક રુચિવાળા જીવો મળે અને પોતે પોતાના સત્ પ્રાપ્તિની અંદર આગળ વધવા માટે પ્રયત્ન કરે. એકલા વાંચે, વિચારે અને કોઈ વાત ધ્યાનબહાર જાય એવા પ્રકારમાં સત્સંગ મદદગાર થાય છે. સત્સંગ એની અંદર હેતુરૂપ થાય છે. કોઈને કાંઈ વિચાર આવે છે, કોઈને