________________
પત્રાંક-૩૫
ತಿತಿತಿ કાંઈ વિચાર આવે છે અને અરસપરસ વિચારોની આપ-લેથી એ વિષય વધારે સ્પષ્ટ થાય છે.
માણસ કહે છે, પોતાને પોતાના દોષ ન દેખાય. તો એ સત્સંગની અંદર ચર્ચા કરતાં પોતાના દોષનો ખ્યાલ આવે છે. એ રીતે સત્સંગ ઘણો ઉપકારી છે. એ જ્ઞાનીઓએ ઘણા ઘણા અનુભવ પછી નિચોડરૂપ એ વાત કરેલી છે. પોતાના બહુ અનુભવ પછી એનો નિચોડ કાઢીને એ વાત એમણે કરેલી છે. એટલે એ પણ કોઈ મુમુક્ષ છે અને સત્સંગમાં રહેવા માટે આજ્ઞા કરે છે કે એ કર્તવ્ય છે અને સત્સંગનો. યોગ બને તો સત્સંગ કરવો, એ કર્યા રહેવું એવી અમારી સલાહ છે.
“અને જે પ્રકારે જીવને મારાપણું વિશેષ થયા કરતું હોય અથવા વધ્યા કરતું હોય તે પ્રકારથી જેમ બને તેમ સંકોચાતું રહેતું. એ સત્સંગમાં પણ ફળ આપનાર ભાવના છે' હેતુ પાછળ એ છે કે સત્સંગ શું કરવા કરવો ? કે આત્મામાં મારાપણું જીવ કરતો નથી. આત્માને છોડીને દેહથી માંડીને જેટલા કોઈ પ્રસંગો છે. ઉદય છે એમાં મારાપણું કરે છે. આ તો અમારો ઉદય. જેતે ઉદયને શું કહે છે જીવ ? આ અમારો ઉદય છે. પછી પ્રતિકૂળ ઉદય હોય તો એમ કહે અત્યારે અમને આકરો ઉદય છે. આકરો ઉદય નથી, તીવ્રપણે મારાપણું થઈ રહ્યું છે એમ છે ખરેખર તો. ઉદય આકરો નથી પણ પોતાને તીવ્રપણે મારાપણું થઈ રહ્યું છે. એવું મારાપણું થવા કિરતું હોય અથવા વધ્યા કરતું હોય, મમત્વનો તીવ્ર રસ થતો હોય તો તે પ્રકારથી જેમ બને તેમ સંકોચાતા રહેવું. એટલે પાછા હટવું અને એની ભાવના સત્સંગમાં પણ રાખવી તો એનું ફળ આવશે, ભાવનાનું ફળ આવશે. ‘એ સત્સંગમાં પણ ફળ આપનાર ભાવના છે.” મારાપણું મટાડવાની ભાવના સત્સંગપૂર્વક હોય તો અવશ્ય એનું કાંઈક ફળ આવે છે.
આપણે અત્યારે એ ચર્ચા કોઈવાર કરીએ છીએ કે ભાઈ ! તમારે ત્યાં ગામમાં તો બીજા કુટુંબો છે એમાં મારાપણું થતું નથી અને પ્રાપ્ત કુટુંબમાં મમત્વ થાય છે તે કેમ થાય છે) સંબંધીની ચર્ચા અને સત્સંગ કરવો જોઈએ એ જરૂરી વસ્તુ છે. મુમુક્ષની ભૂમિકામાં સર્વથી અધિક અને આવશ્યક કોઈ વાત હોય તો આ છે. એ સત્પરુષનો ચોખ્ખો અભિપ્રાય એની અંદર છે. જે “શ્રીમદ્જી' કહે છે એ જ “ગુરુદેવ’ કહે છે. સ્વાધ્યાયનો અર્થ જ સત્સંગ છે, સ્વાધ્યાયનો અર્થ એમ નથી કે એક ઉપદેશક બની જાય અને બીજા બધા ઉપદેશ ઝીલનારા બની જાય. એમ નથી કહેવું. એવું