________________
૩૩૫
પત્રાંક-૪૬ એમ વર્તીએ છીએ, એમ કરીએ છીએ. “કૃપાભાવ રાખજો ને પ્રમાણ માનજો. જાવ. ખરાબ નહિ લગાડતા. તમારા પ્રશ્નનો ઉત્તર મુલતવી રાખીએ છીએ પણ તમે ખરાબ નહિ લગાડતા. એનો અર્થ વિવેકથી એમ લખે કે કપાભાવ રાખજો. આપણે નથી કહેતા કોઈ માણસને ? ભાઈ ! મહેરબાની રાખજો, હોં એમ નથી કહેતા ? કોઈ મહેરબાનીની કોઈને કોઈની જરૂર હોય છે એવું ન હોય તો પણ શું કહે વ્યવહારે ? જરા મહેરબાની રાખજો. એમ લખવા ખાતર એ રીતે લખે છે.
મુમુક્ષુ :- આમનો વિવેક તો કલ્પના બહારનો છે. આવા જ્ઞાની થઈને !
પૂજ્ય ભાઈશ્રી - હા, કલ્પના બહારનો છે. હા, જ્ઞાની થઈને ઘણું અસાધારણ. મુમુક્ષુને એમાંથી ઘણું શીખવાનું છે કે જો જ્ઞાની આમ વર્તે છે, આવા સમર્થ પુરુષ છે, મહાજ્ઞાની છે તોપણ આવી રીતે વર્તે છે તો આપણે તો અરસપરસ કેવી રીતે વર્તવું જોઈએ. જો આટલું એક મગજમાં આવી જાયને તો 6 ટકા સમસ્યા ખલાસ થઈ જાય એવું છે. સામાજિક જે સમસ્યાઓ ઊભી થાય છે એ ૯૦ ટકા પૂરી થઈ જાય એવું છે. એટલો તો એમની એક સામાન્ય વાતોમાંથી બોધ મળે એવો પ્રકાર છે આ પત્રનો.