________________
૩૪૦
ચજહૃદય ભાગ-૫ છે. રૂબરૂ હોય તો કહી દે. આ પત્રમાં લખતા હતા. આમ વિચાર આવે છે, આમ વિકલ્પ આવે છે, આ કાર્યની ઉપાધિ છે, આમ છે, આમ છે. અમને આવા પરિણામ થાય છે, અમને આવા પરિણામ થાય છે. આ કારણે અમને આવા પરિણામ થાય
છે, આ પ્રસંગથી અમને આવા પરિણામ થાય છે. ખુલ્લી ચોપડી કરી નાખે. | મુમુક્ષુ – જ્ઞાનીને વીંટળાઈને જ રહેતો.
પૂજ્ય ભાઈશ્રી :- હા, વીંટળાઈને જ રહેતા. એમનું મન જ ત્યાં એમનામાં ચોટેલું રહેતું. એ એક વિશેષતા છે. એટલે પોતે એમને ઘણા પત્રો લખ્યા છે. વવાણિયામાં એ પત્રો રાખેલા છે, સંખ્યાબંધ પત્રો છે.
તમારાં ઘણાં પત્રમ્પત્તાં અમને પહોંચ્યા છે. તેમાં લખેલ જ્ઞાન સંબંધી વાર્તા ઘણું કરીને અમે વાંચી છે. અને એમાં જ્ઞાન સંબંધી જે વાતો લખી છે એ પણ અમે વાંચી છે, લગભગ તો વાંચી છે. ઉપયોગ ઓછો કામ કરે છે બીજી પ્રવૃત્તિમાં જવાનો પણ ઘણી ખરી તો વાંચી છે. તે સર્વ પ્રશ્નોનો ઘણું કરી ઉત્તર લખવામાં આવ્યો નથી, તેને માટે ક્ષમા આપવી યોગ્ય છે. તમને પહોંચ લખું છું. પણ પ્રશ્નનો ઉત્તર નથી લખતો, પછી લખીશ એમ કહું છું (તો) ક્ષમા કરો કે તમને હું ઉત્તર લખતો નથી, અને તે ક્ષમા આપવી યોગ્ય છે, મને તમારે ક્ષમા આપવી તે યોગ્ય છે. કેમકે જે પ્રવૃત્તિમાં મારા પરિણામ કામ ન કરે એ પ્રવૃત્તિ હું પરાણે કેવી રીતે કરું ? ક્ષમા આપો અને એ ક્ષમા આપો એ અત્યારે યોગ્ય છે. ક્ષમા આપો અને એ ક્ષમા આપો તે યોગ્ય પણ છે. એવી પોતાની નિર્દોષ દશા છે, એમ લખે છે.
તે પત્રોમાં કોઈ કોઈ વ્યાવહારિક વાત પણ પ્રસંગે લખેલી છે... વ્યવહારિક વાત ઘણી લખતા. એ પત્રો જોયા છે. વ્યાવહારિક વાર્તા ઘણી લખતા. જે અમે ચિત્તપૂર્વક વાંચી શકીએ તેમ બનવું વિકટ છે. અમારું મન એવી વ્યવહારિક વાતોમાં તો વાંચવાનું પણ મન ચાલતું નથી. એવી અમારી માનસિક પરિસ્થિતિ છે. તેમ તે વાત સંબંધી પ્રત્યુત્તર લખવા જેવું સૂતું નથી. અને એ સંબંધી તમને કાંઈ લખીએ એવો પણ અમને કાંઈ વિચાર નથી. શું લખવું એ સૂતું નથી. જેમ ઉદય ચાલે છે એ ભલે ચાલતો. ઉદયની બાબતમાં કોઈ આમ કરો ને તેમ કરો એ લખવું અમને યોગ્ય નથી લાગતું. એટલે તે માટે પણ ક્ષમા આપવા યોગ્ય છે. તમે કોઈ અપેક્ષા રાખતા હોય, કે ઉદય સંબંધી વ્યવહારિક કોઈપણ સલાહ સૂચના મળશે