________________
પત્રાંક-૩૪૩-૩૪
૩૩૧ ૩૪૩. “સોભાગભાઈને લખે છે, અત્ર સમાધિ છે. જે સમાધિ છે તે કેટલેક અંશે છે. પૂર્ણ સમાધિ તો કેવળજ્ઞાનના કાળમાં હોય છે. એટલે જે સમાધિ છે તે કેટલેક અંશે છે “અને જે છે તે ભાવસમાધિ છે. દ્રવ્યસમાધિની વાત નથી કરતા પણ ભાવસમાધિ (છે). એ ભાવસમાધિની ચોખવટ કરી છે. ઉપર વદ છઠના પત્રમાં એમને લખ્યું છે કે તમે દ્રવ્યસમાધિની વાત લખો છો, ભાવસમાધિ તો છે પણ દ્રવ્યસમાધિની વાતની ચર્ચા કરો છો તો લખે છે કે અત્રે ભાવસમાધિ છે. એ ચોખવટ કરી છે. સમાધિ છે એમ કહીને નીચે એક લીટી છોડીને જે સમાધિ છે એ ભાવસમાધિ છે એમ સ્પષ્ટતા કરી છે. પત્રો પણ ટૂંકા લખીને છોડી દયે છે. એક પોસ્ટકાર્ડની અંદર બે લીટી, ત્રણ લીટી લખીને મૂકી દે છે.
' પત્રાંક : ઉજ્જ
મુંબઈ, ફાગણ વદ ૧૦, બુધ, ૧૯૪૮ ઉપાધિ ઉદયપણે પ્રવર્તે છે. પત્ર આજે પહોંચ્યું છે. અધ્યારે તો પરમપ્રેમે નમસ્કાર પહોંચે.
- ૩૪. ઉપાધિ ઉદયપણે પ્રવર્તે છે. પત્ર આજે પહોંચ્યું છે. આજે પત્ર મળ્યું છે અને ઉદયપણે તો ઉપાધિ પ્રવર્તે છે એટલે સંસારિક કાર્યો છે એનો ઉદય છે. એ સંબંધી વિચાર, વિકલ્પ, ઉપયોગ આદિની પ્રવૃત્તિ પણ છે એ પ્રકારે ઉદય પણ વર્તે છે. એ આંશિક છે. ભાવસમાધિ પણ આંશિક છે. આંશિક રાગાદિ ઉદયને અનુસરતા પરિણામ પણ છે.
“અત્યારે તો પરમપ્રેમે નમસ્કાર પહોંચે. અત્યારે તો પરમપ્રેમથી તમને નમસ્કાર લખીએ છીએ. વિશેષ લખતા નથી કાંઈ. પહોંચ લખી નાખી છે અને ઉપયોગ એટલો લખવામાં ચાલતો નથી.