________________
૩૩૦
ચજહદય ભાગ-૫ પ્રકાર દુષમકાળની અંદર વિશેષ કરીને વર્તે છે. એ ત્રણ પ્રશ્નો મૂક્યા છે. પછી એ સંબંધી કાંઈ ચર્ચા નજીકના પત્રોમાં નથી જોવા મળતી.
અહીંયાં એક લખ્યું છે. આખો લોક ત્રણે કાળને વિષે... સામે એક પત્ર છે ને? ૩૪૭. આખો લોક ત્રણે કાળને વિષે દુખે કરીને પીડાતો માનવામાં આવ્યો છે; અને તેમાં પણ આ વર્તે છે, તે તો મહા દુષમકાળ છે; અને સર્વ પ્રકારે વિશ્રાંતિનું કારણ એવો જે કર્તવ્યરૂપ શ્રી સત્સંગ.” જુઓ ! સત્સંગનો અભાવ જુએ છે. તે તો સર્વ કાળને વિષે પ્રાપ્ત થવો દુર્લભ છે. તે આ દુષમકાળમાં પ્રાપ્ત થવો ઘણો દુર્લભ હોય એમાં કંઈ આશ્ચર્યકારક નથી. સત્પરુષો અને એનો સમાગમ એ વસ્તુ મળવી મુશ્કેલ છે. એની કિમત લોકોને સમજાવી પણ મુશ્કેલ છે.
મુમુક્ષુ – પદ્મનંદીઆચાર્યે લખ્યું છે એક, બી, તીન, ચાર, પાંચ .
પૂજ્ય ભાઈશ્રી - હા, એવું લખ્યું છે. આંગળીને વેઢે ગણાય એવા ધર્માત્મા હશે. ખરી વાત છે. પવનંદીઆચાર્ય તો પુરાણા આચાર્ય છે. એકાદ હજાર વર્ષ થઈ ગયા હશે. છેલ્લા દોઢસોથી અઢીસો વર્ષના ગાળામાં કેટલાક જ્ઞાનીઓ થયા છે. “ટોડરમલજી અને બીજા બનારસીદાસજી), દીપચંદજી', બુધજનજી’, ‘ભાગચંદજી, ધાનતરાયજી એવા કેટલાક છ-સાત નામો મળે છે. એ છેલ્લા દોઢસોથી અઢીસો વર્ષના ગાળામાં ખાસ કરીને રાજસ્થાન અને ઉત્તર હિન્દુસ્તાનમાં કોઈ કોઈ જ્ઞાની થયા છે. ગુજરાતની અંદર છેલ્લા થયા-શ્રીમદ્ રાજચંદ્રજી અને ત્યાર પછી આ ગુરુદેવ'. બાકી અહીંયાં પણ કોઈ દેખાતું નથી. છેલ્લા સેંકડો વર્ષમાં કોઈ નથી.
પત્રક - ૩૪૭
મુંબઈ, ફાગણ વદ ૭, રવિ, ૧૯૪૮ અત્ર સમાધિ છે. જે સમાધિ છે કેટલેક અંશે છે. અને જે છે તે ભાવસમાધિ છે.