________________
પત્રાંક–જર
૩૨૯ કરવાની ભાવના છે એવું નથી. પણ પૂર્વકર્મ ચાલુ છે એને નિવૃત્ત થવા દેવા યોગ્ય લાગે છે. એ એના ક્રમમાં નિવૃત્ત થાય એ અમને યોગ્ય લાગે છે. અમે એની અંદર ભળતા નથી. એ આવીને નિર્જરી જાય છે, આગળનો હિસાબ-કિતાબ પૂરો થાય છે. એ સિવાય એથી વધારે એમાં કાંઈ નથી.
દુષમકાળનું મોટામાં મોટું ચિહ્ન શું ? અથવા દુષમકાળ કયો કહેવાય ? અથવા કયા મુખ્ય લક્ષણે તે ઓળખી શકાય ? “સોભાગભાઈને ત્રણ પ્રશ્નો પૂછ્યા છે. એ જ વિશાપન. આ ત્રણ પ્રશ્નો પૂછ્યા છે. હવે મુખ્યપણે તો એમના પત્રોમાંથી એમનો અભિપ્રાય જોઈએ તો દુષમકાળનું મોટામાં મોટું ચિત એ છે કે આ કાળને વિષે પરમાર્થ માર્ગના દર્શાવનારા સપુરુષો ભાગ્યે જ મળે એવો આ દુષમકાળ છે.
શ્રીમદ્જીના પહેલાં જો વિચારીએ તો સોએક વર્ષ સુધી તો કોઈ કદાચ પ્રગટ સન્દુરુષ નહિ હોય એવું લાગે છે. એકાદ સદી તો ખાલી ગઈ હશે. હવે પછી પણ કેટલો કાળ ખાલી જશે એ કહેવું મુશ્કેલ છે. ભાગ્યે જ કોઈ સમ્યગ્દર્શન સુધી પહોંચી શકે એવી વર્તમાન પરિસ્થિતિ દેખાય છે. ભલે એ ક્ષેત્રની અંદર ઓછા-વત્તા પ્રમાણમાં ઉદ્યમવત થયેલા જીવો હોય તોપણ એની સફળતાથી સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે એવી પરિસ્થિતિ બહુ અલ્પ દેખાય છે. એટલે ધર્માત્માની વિદ્યમાનતા પણ ક્વચિત્ હોય આ ક્ષેત્રને વિષે, આ કાળને વિષે એ એક દુષમકાળનું ચિહ્ન છે.
અને દુષમકાળ કોને કહેવાય ? એવા કાળને દુષમકાળ કહેવો કે જેમાં વધારેમાં વધારે પરમાર્થથી વિપરીત જનારા જીવોની સંખ્યા હોય, એનું બળવાનપણું હોય, એ 'વિશેષ કરીને પ્રવર્તતા હોય અને માર્ગ લોપ થાય એવા પ્રકારો ઊભા થાય એ બધો દુષમકાળ ગણવામાં આવે છે.
અથવા ક્યા મુખ્ય લક્ષણે તે ઓળખી શકાય ? એ ચિત કહો, લક્ષણ કહો એ બધું એકાઈમાં છે. પણ પ્રશ્ન ઉપર વજન દેવા માટે આમ તો હેતુ તો એક જ છે કે દુષમકાળનું સ્વરૂપ શું ? તો પુરુષોની–ધમત્માઓની અવિદ્યમાનતા, ધર્મ પ્રાપ્ત કરનારા આત્માર્થી પણ કોઈ જીવ ક્વચિત્ જ જોવા મળે અને વિપરીત અભિનિવેશવાળા અને વિપરીતતામાં વર્તનારા, માર્ગનો લોપ કરનારા, માર્ગનો વિરોધ કરનારા એવા જીવોની સંખ્યા ઘણી હોય, એનું બળવાનપણું હોય, એના પુય જોર કરતા હોય, એની જીત થાય, બીજાની હાર થાય, બીજાનો પરાભવ થાય એ બધા