________________
પત્રાંક-૩૪૨
૩૨૭ લખીશ.’ બની શકશે તો લખીશ. રવિવારે લખીશ એવું વિચાર આવ્યો છે. સામાન્ય રીતે તો એ બધી વાતને પછી લખીશ, પછી લખીશ એમ હડસેલતા જાય છે. અહીંયાં આટલો વિચાર આવ્યો છે.
મોક્ષના બે મુખ્ય કારણ કે તમે લખ્યાં છે, તે તેમ જ છે. તે વિષે પછી વિશેષ લખીશ.” એટલે એમની વાત માન્ય રાખી છે, જે કાંઈ લખ્યું છે એ, પણ પોતે વિશેષ કાંઈક લખવા માગે છે એ પણ પછી લખીશ એમ રાખ્યું છે. એ રીતે ઉદયના પ્રસંગમાં પોતે કેવી રીતે વર્તી રહ્યા છે અને કેવી રીતે વર્તવું યોગ્ય છે, એ વચ્ચેના મોટા પેરેગ્રાફમાંથી એ વાત સ્પષ્ટ થાય છે.
" પત્રાંક - ૩૪ર
મુંબઈ, ફાગણ વદ ૬, શનિ, ૧૯૪૮ - અત્ર ભાવસમાધિ તો છે. લખો છો તે સત્ય છે. પણ એવી દ્રવ્યસમાધિ આવવાને માટે પૂર્વકર્મ નિવૃત્ત થવા દેવાં યોગ્ય છે.
દુષમકાળનું મોટામાં મોટું ચિહ્ન શું ? અથવા દુષમકાળ કયો કહેવાય ? અથવા ક્યાં મુખ્ય લક્ષણે તે ઓળખી શકાય ? એ જ વિજ્ઞાપન.
લિ. બોધબીજ છે
૩૪૨ મો પત્ર પણ ‘સોભાગભાઈ ઉપરનો છે. લગભગ ૩૮ થી ૩૮, ૩૯, ૪૧, ૪૨, ૪૩, ૪૪, ૪૫માં નામ નથી. ૪૬, ૪૭ બધા પત્રો “સોભાગભાઈ ઉપરના જ છે.
૩૪૨. અત્રે ભાવ સમાધિ છે. “અત્રે ભાવસમાધિ તો છે. લખો છો તે સત્ય છે. પણ એવી દ્રવ્યસમાદિ આવવાને માટે પૂર્વકર્મ નિવૃત્ત થવા દેવાં યોગ્ય છે.' સોભાગભાઈ ભાવસમાધિ તો પોતે સંમત કરે છે પણ દ્રવ્ય પણ આપને સમાધિ રહે એવી ભાવના વ્યક્ત કરી છે. એટલે મુનિદશાની અંદર દ્રવ્ય અને ભાવે બંને