________________
૩૨૮
ગુજહૃદય ભાગરૂપ
પ્રકારે સમાધિ દશા રહે છે. કેમકે મુનિદશાની અંદર કોઈપણ જાતના આરંભ, સમારંભ, પરિગ્રહ આદિ દ્રવ્યે કોઈ પ્રકાર બહારમાં નથી. એટલે દ્રવ્યે પણ શાન, ધ્યાન સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ મુનિરાજને હોતી નથી. એમ કહે છે, આપને બધા પ્રસંગમાં ભાવસમાધિ તો વર્તે છે પણ દ્રવ્યે પણ સમાધિ આપને રહે. તો કહે છે, એ થવા માટે તો અત્યારે જે ઉદયની પરિસ્થિતિ છે એ જોતાં પૂર્વકર્મ નિવૃત્ત થવા દેવા મને યોગ્ય લાગે છે. કેટલાક પૂર્વકર્મનું દબાણ લાગે છે. ઇચ્છા નહિ હોવા છતાં, વિકલ્પ નહિ ચાલતો હોવા છતાં, ઉપયોગ નહિ ચાલતો હોવા છતાં જે પ્રસંગની વચ્ચે ઊભા છીએ એ કોઈ પૂર્વકર્મનું કારણ અવશ્ય સૂચવે છે.
મુનિદશામાં તો શું હોય છે કે એ પ્રકારનું પૂર્વકર્મ પણ નથી હોતું અને જીવની યોગ્યતા પણ મુનિદશાને યોગ્ય વીતરાગતાને પ્રાપ્ત કરવાની હોય છે. એમ બંનેનો મેળ ખાય છે ત્યારે બહારમાં દ્રવ્ય અને ભાવે સમાધિ રહે એવી મુનિદશા પ્રત્યક્ષ જોવામાં આવે છે. એનો અર્થ એ પણ થયો કે પૂર્વકર્મ જે છે એ ભલે પોતાના અપરાધથી ઉત્પન્ન થયેલા છે અને જે ઉદય આવે છે એ ઉદયમાં પણ ફેરફાર કરવાનો કોઈ આત્માનો અધિકાર નથી. સહેજે સહેજે એ પ્રકાર ઉત્પન્ન હોય છે. જોકે કોઈ રજકણમાત્રમાં ફેરફાર કરવાનો આત્માનો અધિકાર નથી. એટલે એમાં ઉદય તો આપો આપ આવી જ જાય છે.
મુનિદશામાં તો બંને પ્રકાર એકસાથે ઊભા થાય છે. જીવનો મુનિદશા પ્રાપ્ત કરવાના પુરુષાર્થનો ભાવ અંતરંગ વીતરાગતાની વૃદ્ધિ અને બહારમાં પૂર્વકર્મની નિવૃત્તિ એ બંને સાથે જ થાય છે, કુદરતીપણે. એવું નથી કે જીવ કાંઈ કરી શકે છે. બીજા પદાર્થનું કોઈ કાર્ય જીવ કરી શકે છે એવું નથી પણ સહેજે સહેજે એ પ્રકાર ઉત્પન્ન થઈ આવે છે. એ પણ આમાંથી નીકળે છે. પોતે જોવે છે, દ્રવ્યસમાધિ માટે પૂર્વકર્મ નિવૃત્ત થયેલા નથી એવું એમના જ્ઞાનમાં સ્પષ્ટ દેખાય છે અને પૂર્વકર્મમાં જોડાતા નથી એટલે એની નિર્જરાને પણ જોવે છે, નિર્જરાને પણ જુએ છે. ઉદયને પણ જુએ છે, નિર્જરાને પણ જુએ છે અને પોતાના પુરુષાર્થનું પણ માપ છે. દ્રવ્ય અને ભાવે બધો ખ્યાલ છે એટલે એમને સમાધાન રહે છે, અસમાધાન થતું નથી.
દુષમ કાળનું મોટામાં મોટું ચિહ્ન શું ?” ઉ૫૨ એક લખ્યું ને ? લખો છો તે સત્ય છે.' એટલે કે ત્યાગ કરવો જોઈએ એ વાત સાચી છે. અમારી ત્યાગ નહિ