________________
૩ર૬
રાજહૃદય ભાગ-૫ પોતે એવી રીતે વિચારતા નથી. આ ન્યાય કેવી રીતે પોતે લઈ લે છે ! કાંઈ નહિ, એ તો એનો ભાવ એની પાસે. થવાનું હોય એમ થાય છે, ન થવાનું હોય તેમ નથી થતું. એનો ભાવ એની પાસે.. | મુમુક્ષુ :- પોતાને માટે બીજો ન્યાય જુદો છે.
પૂજ્ય ભાઈશ્રી :- ન્યાય જુદો લઈ લે છે, કારણ કે રાગ-દ્વેષ તો પોતાને ટાળવા છે ને ! તો એવો ન્યાય ગ્રહણ કરે છે કે જેથી પોતાને રાગ-દ્વેષ ન થાય. એનું નામ ન્યાય છે. પોતાને રાગાદિનો, દ્વેષનો દોષ ન થાય એનું નામ ન્યાય છે, ખરો ન્યાય તો એ છે. નહિતર તો એક રીતે અન્યાય છે કે એનો ઈરાદો છે નુકસાન કરવાનો છતાં એનો દોષ કેમ ન ગણાય ? લૌકિકદૃષ્ટિએ તો એ બરાબર નથી. પારમાર્થિક દૃષ્ટિએ જોતા તે જીવનો દોષ છે, તે જીવને દોષ છે તોપણ પોતે આમ લે છે.
વ્યવહારિક દૃષ્ટિએ જોતા નહીં જેવો છે વ્યાવહારિક દષ્ટિએ જોતા નહીં જેવો છે..એટલે શું છે ? કે કરી તો શકતો નથી કાંઈ. ભાવ જ કરે છે. બીજું શું કરે છે ? કોઈ પોતાને, મને કોઈ મુશ્કેલીમાં મૂકી શકતો નથી, મને નુકસાન કરી શકતો નથી. એ તો પરિસ્થિતિ જ નથી. અને જીવની જ્યાં સુધી વ્યાવહારિક દૃષ્ટિ હોય છે ત્યાં સુધી પારમાર્થિક દોષનો ખ્યાલ આવવો બહુ દુષ્કર છે. અને જ્યારે એકબીજાને નુકસાન કરી શકે એવી દૃષ્ટિ જ્યાં સુધી હોય), વ્યવહારિક દૃષ્ટિ એટલે લૌકિકદષ્ટિ જગતમાં જે દૃષ્ટિ છે, ત્યાં સુધી પારમાર્થિક દોષ અને નિર્દોષતાનો ખ્યાલ આવવો મુશ્કેલ પડે છે, ત્યાં સુધી ભિન્નતા જ પોતાને ભાસતી નથી. એણે એ નુકસાન કર્યું છે એમ દેખાય છે. ત્યાં સુધી પરમાર્થે પોતાને શું દોષ ? બીજાને શું દોષ ? એ રીતે ખ્યાલ આવવો ઘણો દુષ્કર પડે છે, મુશ્કેલ પડે છે. એવી રીતે જલ્દી ખ્યાલ પછી આવતો નથી. કેમકે બાહ્યદૃષ્ટિની મુખ્યતામાં અંતરદૃષ્ટિ ખલાસ થાય છે. અંતરદૃષ્ટિની મુખ્યતામાં બાહ્યદૃષ્ટિ ખલાસ થઈ જાય છે. એ પ્રકારથી પોતે અહીંયાં વાતને લીધી છે. એટલે મુમુક્ષુએ પણ વ્યવહારની અંદર કેવી રીતે પોતાને બચાવવો એ જ્ઞાનીની વર્તનાથી પોતે પણ અનુકરણ કરે, અનુસરણ કરે અને પોતે પણ રાગદ્વેષથી બચી શકે એ રીતે.
આપના આજના પત્રને વિશેષ કરીને વાંચ્યું છે. તે પહેલાંનાં પાત્રોની પણ ઘણીખરી પ્રશચર્ચા વગેરે ધ્યાનમાં છે. જો બનશે તો રવિવારે તે વિષે ટૂંકામાં કેટલુંક