________________
૩૨૪
રાજહૃદય ભાગ-૫ રહેજો...' એ પત્ર અહીંયાં મળ્યો નથી એટલે છપાયો નથી. સોભાગભાઈ’ ઉ૫૨ના ઘણા પત્રો ગ્રંથારૂઢ થયા છે પણ જે પત્રનો પોતે ઉલ્લેખ કરે છે, ફાગણ વદ ૪ને ગુરુવારનો પત્ર છે, આગળનો પત્ર ફાગણ વદ ૩ ને બુધવારનો હોવો જોઈએ. જે પત્રનો ઉલ્લેખ કરે છે એ પત્ર પુસ્તકમાં નથી. પણ એની અંદર કોઈ એવી વાત લખી કે કદાચ વાંચનારને “સોભાગભાઈ’ને ચિત્તમાં વિક્ષેપ ઉત્પન્ન થાય. એવું જાણીને એમ લખે છે કે જે પત્ર લખ્યું છે તે વાંચી ચિત્તને વિષે અવિક્ષેપણે રહેજો. તમને કાંઈ ઉપાધિ વધે, ચિંતા થાય, તમારા ચિત્તને વિષે (એમ નહિ કરતા). સમાધિ રાખજો.’ સમાધિ રાખજો એટલે રાગ અથવા દ્વેષ તીવ્ર ન થાય તેનું લક્ષ રાખજો એમ કહે છે.
તે વાર્તા ચિત્તમાં નિવૃત્ત કરવાને અર્થે આપને લખી છે...' જે વાત લખી છે એ વાત આપ ભૂલી જાવ. નિવૃત્ત થાય એટલે એ વાત આપ ભૂલી જાવ એટલા માટે લખી છે. જેમાં તે જીવની અનુકંપા સિવાય બીજો હેતુ નથી.' કોઈ વ્યક્તિગત વાતનો નિર્દેશ કર્યો છે કે જેના ઉપર ‘સોભાગભાઈ’ને અનુરાગ હશે, તો એના વિષયની અંદર એ બાબતમાં પત્ર નહિ કદાચ મળ્યો હોય ને પુસ્તકારૂઢ કરવાનું કારણ એ પણ હશે કે એની અંદર એનો નિષેધ કર્યો હશે કે આ વાત અમને ઠીક નથી લાગતી. તો એમાં પણ સામા જીવની અનુકંપા સિવાય અમારો બીજો કોઈ હેતુ નથી. એ જીવનું હિત થાય એ હિતષ્ટિએ થોડું ઘણું જે કાંઈ લખ્યું છે એ લખ્યું છે એવું તમે વિચારજો. બીજી રીતે વિચારતા મનની અંદર કોઈ ખળભળાટ થાય એવું નહિ વિચારતા.
અમને તો ગમે તેમ હો તો પણ સમાધિ જ રાખ્યા કરવાની દૃઢતા રહે છે.’ કોઈપણ પરિસ્થિતિમાં, કોઈપણ જીવને પરિસ્થિતિ હંમેશા એક સરખી ઉદયની હોતી નથી કે ઉદયની રહેતી નથી છતાં ગમે તે પરિસ્થિતિમાં સમાધિ જ રાખ્યા કરવાની દઢતા રહે છે.' સમાધાન સહેજે આવે છે. દૃઢપણે સમાધાન રહે છે. અમને ખળભળાટ થતો નથી. એનું કારણ એ છે કે પોતે ભિન્નતા જાણી છે. જે તે પ્રસંગોથી પોતે પોતાનું જુદાંપણું સમજે છે. ખરેખર કોઈ લાભ-નુકસાન મારામાં થતો નથી, મને થતો નથી અને એ લાભ-નુકસાન મને લાગુ પડતો નથી એવું જે સ્પષ્ટ જ્ઞાન છે એ જ્ઞાનને કારણે અમને એ બાબતમાં ચિંતા થતી નથી. એટલે સમાધિ જ રહે છે અને દૃઢપણે સમાધિ રહે છે.