________________
૩૨૨
ચજહૃદય ભાગ-૫ કરવી એનું નામ પ્રયોગ છે, અને એ એક જ સાધન છે, એ એક જ વિધિ છે.
કાર્યની યથાર્થ વિધિને વિચારવામાં આવે કે જે વિધિથી પોતાને સફળતા મળે જ મળે નિષ્ફળ જાય જ નહિ એ આ વિધિ છે કે પોતે જે કાંઈ સમજ્યો છે એને પોતાના ઉદયમાં લાગુ કરવી કે હું ભિન્નતા સમજ્યો છું, આમાં મમત્વ થાય છે કેવી રીતે ? મારાપણું, મારું અસ્તિત્વ ક્યાં છે કે મને મમત્વ થાય છે ? શોધ, ખોળે પોતાના અસ્તિત્વને, ગોતે એમાંથી. જો અસ્તિત્વ નથી તો આ મમત્વની કલ્પના કેમ ઊભી થઈ ? એ તો રસ ઠંડો થયા વગર રહેશે નહિ. આટલી શોધખોળમાં જશો ને તોપણ એનો રસ એકદમ નીરસ થવા મંડશે. અને પ્રયોગ કરી જોવો, સવાલનો જવાબ મળી જશે. એ સીધી વાત છે. બાકી જો એમ ન કરી શકે તો ગમે તેટલી શાસ્ત્ર અને પોથી વાંચ્યા કરે કે સાંભળ્યા કરે, “કથા સુણી સુણી ફૂટ્યા કાન' જેવું થાય.
માયાની રચના ગહન છે. અને એ લોકોને કહેવું પડે કે ભાઈ ! બધું ગમે તે કરીએ પણ આ માયા એવી છે ને... માયા એટલે તારા પરિણામ, ઉદયમાં એકત્વબુદ્ધિના મમત્વના, પોતાપણાના જે તીવ્ર પરિણામ છે એ જ માયા છે. માયા કોઈ બીજી ચીજ નથી, કોઈ ઈશ્વરના ઘરની ચીજ નથી. પણ જીવને પોતાને સાવધાન થવાની જરૂર છે. અહીં સુધી રાખીએ.