________________
૩૨૦
રાજહૃદય ભાગ-૫ કોઈ સદ્દભાગ્યે સામે આવ્યો છે ત્યારે તો એની જરાપણ ઉપેક્ષા ન થવી જોઈએ એ રીતે વિચારવું જોઈએ. એ વારંવાર વિચારવા યોગ્ય છે. વારંવાર એટલા માટે કે જીવ ભૂલી જાય છે. પાછો એને રસ લાગી જાય છે. જેવા સંયોગો, સંબંધીઓ, બીજા, ત્રીજા જે કોઈ મળે છે માન દેનારા, આબરૂ દેનારા, પૈસા દેનારા. બીજા, ત્રીજા (મળે એટલે વળી પાછો એનો રસ ચડી જાય છે. એટલે વારંવાર વિચારવા યોગ્ય છે એમ કહે છે.
મનને ધીરજ આપી ઉદાસી નિવૃત્ત કર્યો છૂટકો છે. આવા પ્રસંગે મનને શાંત રાખીને જે પ્રસંગને લઈને ઉદાસીનતા આવી છે, અહીંયાં ઉદાસી એટલે દુઃખ, જે પ્રાસંગિક દુઃખ છે, સ્વર્ગવાસને લીધે જે દુઃખ છે, વિયોગને લીધે જે દુઃખ છે એ નિવૃત્ત કર્યો છૂટકો છે. કેમકે એ પરિણામથી પાછા એવા કર્મ બંધાય છે કે જે પદાર્થને વિષે મમત્વ નહોતું કરવાનું, સંયોગમાં હતો ત્યારે પણ એના મમત્વથી નિવર્તવાનો પુરુષાર્થ કરવાનો હતો એ વિયોગ થતાં તીવ્ર મમત્વને લીધે દુઃખના પરિણામ કરે છે. પદાર્થ તો ગયો. છતાં પોતે પોતાના પરિણામની અંદર મમતા નથી મૂકી શકતો અને તીવ્ર મમત્વ કરી બેસીને અનેક પ્રકારના માઠા કર્મને બાંધે છે. એટલે એ “ઉદાસી નિવૃત્ત કર્યો છૂટકો છે. દિલગીરી ન કરતાં ધીરજથી તે દુખ સહન કરવું એ જ આપણો ધર્મ છે. આવા પ્રસંગે ધીરજ રાખવી, શાંતિ રાખવી અને દુઃખમાં પરિણામ ન ચાલ્યા જાય એ કરવા યોગ્ય છે, એ કર્તવ્ય છે.
“આ દેહ પણ જ્યારે ત્યારે એમ જ ત્યાગવાનો છે. આ જે દેહ અત્યારે વર્તે છે એ પણ એમ જ એક ક્ષણે ગમે ત્યારે એ દેહ છોડવાનો છે, નિશ્ચિતપણે છોડવાનો છે એમાં બીજો કોઈ વિકલ્પ થાય એવું નથી. એ વાત સ્મરણમાં આવ્યા કરે છે.... પોતે એ વાત હવે પોતાની સામે લે છે કે આ દેહ પણ જ્યારે ત્યારે એમ જ ત્યાગવાનો છે, એ વાત સ્મરણમાં આવ્યા કરે છે, અને સંસાપ્રતિ વૈરાગ્ય વિશેષ રહ્યા કરે છે.' આ બધાં કામ કરીએ છીએ પણ કોઈ કામની ચીજ તો છે નહિ. આ બધું છોડીને જાવાનું છે એ વાત નક્કી છે. અનુકૂળતાના ગંજ ખડકાય જાય તોપણ આત્માને કોઈ કાંઈ સુખ આપી દે એ વાત છે નહિ. એટલે સંસાર પ્રત્યે તો નીરસ પરિણામ થાય છે. વૈરાગ્ય થાય છે એટલે વિશેષ નીરસ પરિણામ રહ્યા કરે છે.
પૂર્વકર્મને અનુસરી જે કંઈ પણ સુખદુખ પ્રાપ્ત થાય.” એટલે સંયોગોના ફેરફાર