________________
પત્રાંક-૩૩૭
૩૧૯
નથી, એ શોચનીય વાતનો વારંવાર વિચાર કરવો યોગ્ય છે. આ માર્ગદર્શન આપ્યું છે. જગતની અંદર આ ખુલ્લી પરિસ્થિતિ છે કે દરેક માણસ આયુષ્ય પૂરું થાય એટલે દેહત્યાગ કરીને એનો આત્મા એના કર્મ ભોગવવા માટે તે તે ભોગ્ય સ્થાનમાં ચાલ્યો જાય છે. ત્યારે આ મનુષ્યપણું અનિત્ય છે, શરીર પણ અનિત્યપણે સંયોગમાં રહેલું છે એવું વિચારી અને આત્મા જે નિત્ય પદાર્થ, શાશ્વત પદાર્થ એના માર્ગને–આત્માના માર્ગને ગ્રહણ કરવા વિષે ચાલતું નથી એ “શોચનીય વાતનો વારંવાર વિચાર કરવા યોગ્ય છે. આવી જે ઊલટી વિચારવા યોગ્ય વાત છે એનો વારંવાર વિચાર કરવા જેવું છે કે આ રસ્તો ખોટો છે. - ટૂંકામાં, જીવ દેહની અનુકુળતા માટે પોતાની શક્તિ, પોતાના વિચાર. પોતાના મન-વચન-કાયાનું યોગદાન કેટલો સમય કરે છે ? કેટલી શક્તિથી કરે છે ? છતાં એ ચીજ રહેવાની નથી એ વાત નક્કી છે, ગમે ત્યારે એ ચીજ સાથ છોડી જશે. પણ જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી પણ બધું સરખું રહે ને ! તો એને એમ કહે છે કે તું તારા આત્માને દુઃખની ખીણમાં ધકેલી દઈશ. આમ કરતાં તું શું કરીશ? કે એવા કર્મ બાંધીશ કે તારા દુઃખનો પાર નહિ રહે. અને તારા નિત્ય પદાર્થમાં જે શાશ્વત સુખ છે એ મેળવવા માટે એના પ્રમાણમાં તું કેટલો પ્રયત્ન કરે છે ? દેહની અનુકૂળતા માટે જેટલો પ્રયત્ન અને જેટલો સમય બગાડે છે એની સામે તે આત્મા નિત્ય પદાર્થ છે એના સુખ માટે તું કેટલું કરે છે? એ વારંવાર વિચાર કરવા યોગ્ય છે. આ વાતનો જીવે પોતાના સુખને માટે, પોતાના હિતને માટે વારંવાર વિચાર કરવા યોગ્ય છે. તમામ સંસારી જીવોને આ માર્ગદર્શન કામમાં આવે એવું છે. પોતા ઉપર લે તો બધાને પોતાને કામમાં આવે એવી વાત છે કે હું આખા દિવસમાં દેહની પળોજણ કેટલી કરું છું ? અને આત્મા પાછળ. હું કેટલો સમય અને શક્તિ ખર્ચ છું ? એ વારંવાર વિચાર કરવા યોગ્ય વિષય છે.
આમ કોઈનું મૃત્યુ થાય ત્યારે માણસ ગંભીર થઈ જાય છે. મૃત્યુ થયા પહેલાં ગંભીર થઈ જાય. પ્રસંગ જ્યાં એમ લાગે કે હવે પરિસ્થિતિ બરાબર નથી, તો બરાબર નથી એમ ન કહે કે હવે ભાઈ ગંભીર થઈ ગયા છે. હવે તબિયત ગંભીર થઈ ગઈ છે, એમ કહે. ક્યારે ગંભીરતા આવે છે તે ખરેખર અનંત વાર એ પ્રસંગમાંથી બચી જવું પડે, કોઈવાર એવો પ્રસંગ ન આવે. અજર-અમર પદની પ્રાપ્તિ થાય એવો વિષય
seguit que e ls seus sul Barely