________________
૩૧૭
પત્રાંક-૩૩૬ વૈરાગ્યના કારણો લાગ્યાં તે જણાવ્યાં છે, તે ફરી ફરી વિચારવા જેવા છે: “યોગવાશિષ્ટ નામનો જે ગ્રંથ છે, યોગવાશિષ્ટ). વશિષ્ઠ હતા એ “રામચંદ્રજીના ગુરુ હતા. શિક્ષાગુરુ હતા. જે અસ્ત્ર, શસ્ત્ર વિદ્યા શિખડાવી એ દિવસોમાં બ્રાહ્મણો જંગલમાં વિદ્યા પોતે શિખેલા હોય છે, બીજાને પણ ક્ષત્રિયોને, રાજકુમારોને, રાજાઓને શીખડાવે. એટલે એમાં કોઈ વૈરાગ્ય પ્રકરણની વાત છે. મેં વાંચેલો ગ્રંથ નથી. પણ યોગવાશિષ્ટ વૈરાગ્યનો ગ્રંથ છે એમ કરીને આગળ દેવકરણજી ને એને કોઈને સૂચના આપે છે કે યોગવાશિષ્ટ તમે વાંચજો. એમ કરીને એ ગ્રંથ વાંચવાની ભલામણ કરી છે.
ખંભાત પત્રપ્રસંગ રાખવો. તેમના તરફથી પત્ર આવવામાં ઢીલ થતી હોય તો આગ્રહથી લખશો એટલે ઢીલ ઓછી કરશે. પરસ્પર કઈ પૃચ્છા કરવાનું સૂઝે તો તે પણ તેમને લખશો. સંક્ષેપમાં વાત એ છે કે તમે મુમુક્ષુઓ અરસપરસ એકબીજાના સમાગમમાં રહેજો, એમ કહેવું છે. એકબીજાના પરસ્પરના સત્સંગમાં રહેવું એટલી અહીંયાં આજ્ઞા કરી છે. બીજાના સંગમાં ન જવું એ તો કહી દીધું. હવે શું કરવું? કે તમે એક બીજા એકબીજાના સંગમાં રહેજો. એટલે એક સપુરુષને અનુસરવા માગતા એક અભિપ્રાયવાળા અને પોતાના આત્માનું હિત કરવાના લક્ષના એક અભિપ્રાયવાળા, એવા જીવોને પરસ્પર સંગ કરવા યોગ્ય છે. અને તે સંગ એ રીતે, પોતાના કોઈ લૌકિક કારણસર નહિ, પણ પોતાના વિચારોની આપ-લે કરી શકે અને એ સંબંધીની પોતાની મૂંઝવણ છે એ દૂર કરી શકે. એટલા પૂરતી એ વિષયની પ્રશ્ન, ચર્ચા કરી શકે. એ નિમિત્તે સત્સંગ કરવાનો ત્યાં આદેશ છે, ઉપદેશ છે.