________________
૩૧૬
રાજહૃદય ભાગ-૫ તો લખીશ.' એવી જો ચિત્તની હશે અને લખી શકાશે તો લખીશ. બાકી લખીશ જ એવું કોઈ મારું ધાર્યું રહે એવું નથી અત્યારે.
મુમુક્ષુ :- ૩૩ર પત્રમાં મુમુક્ષુની નિર્મળતા લીધી.
પૂજ્ય ભાઈશ્રી - મુમુક્ષતા નિર્મળ હોય છે. આરંભ અને પરિગ્રહનો જેમ મોહ મટે છે. બરાબર છે. પોતાપણાનું અભિમાન મંદ કરે છે. એટલે ભેદજ્ઞાન કરે છે. ત્યાં વિષય લીધો છે ભેદજ્ઞાનનો કે જે પોતે મંદપણાનું એટલે પોતાપણાનું મંદપણું કરે છે એટલે પોતાપણું છોડવાનો પ્રયત્ન કરે છે, તેમ તેમ મુમુક્ષતા વર્ધમાન થયા કરે છે. મુમુક્ષતા વધે છે અથવા નિર્મળ થાય છે. પોતાપણું મટાડવાનો જ્ઞાનીઓનો ઉપદેશ છે એટલે પોતાપણું મટાડવું, ભિન્નતા કરવી. ભિન્નતા કરે તો પોતાપણું મટે. અનેક પડખેથી વાત ચાલે છે. ૩૩૫ પત્ર પૂરો થયો.
( પત્રક - ૩૩૬
મુંબઈ, ફાગણ સુદ ૧૧, બુધવાર ૧૯૪૮ , અત્રે ભાવસમાધિ છે. વિશેષ કરીને વૈરાગ્ય પ્રકરણમાં શ્રી રામે જે પોતાને વૈરાગ્યનાં તે કારણો લાગ્યો તે જણાવ્યાં છે, તે ફરી ફરી વિચારવા જેવાં છે.
ખંભાત પત્રપ્રસંગ રાખવો. તેમના તરફથી પત્ર આવવામાં ઢીલ થતી હોય તો આગ્રહથી લખશો એટલે ઢીલ ઓછી કરશે. પરસ્પર કંઈ પૃચ્છા કરવાનું સૂઝે તો તે પણ તેમને લખશો.
૩૩૬. કુંવરજી મગનલાલ કલોલના ભાઈ છે. આગળ એક કુંવરજી મગનલાલ' ઉપરનો પત્ર આવી ગયો છે. ૩૧૮ મો પત્ર છે. કુંવરજી મગનલાલ'.
અત્રે ભાવસમાધિ છે. વિશેષે કરીને વિચગ્ય પ્રકરણ' માં શ્રી રામે જે પોતાને