________________
૩૧૪
ચજહૃદય ભાગ-૫
પૂજ્ય ભાઈશ્રી – પ્રવૃત્તિ ન કરે અને નિવૃત્તિ લે તોપણ જે ચીજની ઓળખાણ જ નથી, એનો મહિમા નથી, મહિમા નથી એનું આકર્ષણ નથી, આકર્ષણ નથી એનું ધ્યાન કેવી રીતે થાય ? સ્થિરતા કેવી રીતે થાય ?
મુમુક્ષુ :- “સમયસાર માં સસલાના શીંગડા કહ્યા.
પૂજ્ય ભાઈશ્રી :- હા. ત્યાં એ જ વાત ચાલી છે. ત્યાં શ્રદ્ધાની વાત લીધી છે કે જ્ઞાન વિના શ્રદ્ધાન કોનું ? - જે વાસ્તવ્ય જ્ઞાનીને ઓળખે છે, તે ધ્યાનાદિને ઇચ્છે નહીં” અથવા કેટલાક જીવો જ્ઞાનીને મળીને એવી માગણી કરે છે કે અમને આત્માનું ધ્યાન શીખડાવોને. અમને આત્માનું ધ્યાન કરાવોને. એક શું છે કે વિકલ્પ તો આકુળતાદાયક છે. ધ્યાનમાં તો શાંતિ મળે, ત્યારે એણે જ્ઞાનીને ઓળખ્યા નથી, એ જ્ઞાનીને સમજી શક્યો નથી. નહિતર એ સીધી એવી માગણી કરે નહિસીધી એવી માગણી કરે નહિ. એ એમ વિશ્વાસ રાખે કે જે જ્ઞાનીના સંગમાં હું આવ્યો છું એ જ્ઞાનીને ખબર છે કે મને શું જરૂર છે, મારી કઈ સ્થિતિ છે, મારી કઈ ભૂમિકા છે અને એ ભૂમિકામાંથી એક ડગલું આગળ ચાલવું હોય તો મારે એ ડગલું ક્યાં કેવી રીતે ભરવું એ એને ખબર છે. એ એમને જોવાનું છે, મારે જોવાનું નથી હવે. એના બદલે જ્ઞાનીની નજરને પડતી મૂકીને એમ કહે છે કે મને આમ કરી દો ને. એ જ્ઞાનીને ઓળખતો નથી. એને જ્ઞાનીને જ્ઞાની તરીકે નથી ઓળખ્યા. કેમકે જેની જે ફરજ છે એની ફરજ તું બજાવવા માંડ્યો. એ એમની ફરજ છે. હવે તારે શું જરૂર છે ? ઉપવાસીને મગનું પાણી દેવું કે રાબ દેવી કે ફ્લાણું દેવું કે આ દેવું એ ડોક્ટરને ખબર છે. આ તો ઉપવાસી છે અને "એમ કહે છે કે મને સાલમપાક ખવડાવો ને ચાર શેર ઘી પાયેલો મેસૂબ ખવડાવો તો મને શક્તિ આવી જાય, અશક્તિ બહુ જ વધી ગઈ છે. મરી જઈશ તું. તું અત્યારે મેસૂબ ખાઈશ તો સીધો પતી જઈશ. અત્યારે તારે મેસૂબ ખવાય તેવું નથી. અત્યારે તો મગનું પાણી જ લેવાય. એ પણ Limit માં-મર્યાદામાં. આ એના જેવી વાત છે કે છે ખાલી કોઠે અને ખાવો છે મેસૂબ. શું થાય ? નુકસાન થાય કે ન થાય? Minus point 3. Plus point. zzal ald 89.
પ્રશ્ન :- અહીંયાં વાસ્તવ્યનો અર્થ વાસ્તવિક રીતે ? સમાધાન વાસ્તવ્ય એટલે ખરેખર. જ્ઞાનીની વાસ્તવિક ઓળખાણ થાય.